હેમંત ચૌહાણ, રાકેશ બારોટ, ઐશ્વર્યા મજમુદાર, યોગીતા પટેલ જેવા કલાકારો સાથે પણ કામી રહી છે. આ જોડી: ‘હર હર મહાદેવ’ગીત ૧૧ મિલયન વયુઝ પાર ચુકયું છે.

મુકેશ માહી અને અનિલ વાઘેલા બન્ને આસ્તિક માહીની જોડી તરીકે ગુજરાતી ફિલ્મો અને આલ્મબોમાં ગીતકાર  અને સ્વરકાર તરીકે સૌરાષ્ટ્રની સૌપ્રથમ ગીતકાર જોડી છે. આસ્તિક એન્ડ માહી તરીકે પ્રચલિત થઇ પરિવાર સમાજ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજયમાં નામ રોશન કરેલ છે.

ગીતા રબારી સાથે હર હર મહાદેવ અની ગીતા રબારીની રમઝટ-ર યોગીતા પટેલ સાથે શ્યામ કોને મળે છે? અને ૐ નમ: શિવાય, પૂજાબા ચૌહાણ સાથે એક રે ગોવાળિયો, એ સિવાય રાધા રિસાણી, ગણપતિ બાપ્પા મોરયા, જેવા અનેક સુપરહિટ ગીતો આ જોડીએ આપ્યા છે. આ બધા ગીતોની રચના અને કમ્પોઝિશન આ જોડીએ કરેલ છે.

એમના લખેલા ગીતમાં ગીતા રબારીના અવાજમાં ગવાયેલ ‘હર હર મહાદેવ’ગીત હાલ યુ ટયુબ પર ધમાલ મચાવી રહ્યું છે. જે માત્ર ૪૦ દિવસમાં ૧૧ મિલીયન વયુઝ પાર કરી ચૂકયું છે. જે આ જોડીએ એક અનોખી સિઘ્ધિ હાંસલ કરી છે.

આસ્તિક – માહીની આ જોડીએ એક જ દિવસમાં બે રેકોડિંગ એક સાથે કર્યા છે. જેમાં અમદાવાદમાં ગીતાબેન રબારી સાથે ગીતા રબારીની રમઝટ ર ના રેકોડીંગ સમયે આસ્તિક હાલારી અને રાજકોટના જાણીતા સંગીતકાર મનોજ-વિમલ સાથે મુકેશ માહીએ હાજર રહી પોતાની કાર્યક્ષમતા નો પરિચય આપ્યો હતો.

આ જોડીએ હેમંત ચૌહાણ, ગીતા રબારી, રાકેશ બારોટ, ઐશ્ર્ચર્યા મજમુદાર, યોગીતા પટેલ, જેવા અનેક મોટા કલાકારો સાથે કામ કરી સંગીત ક્ષેત્રેે ધુમ મચાવી રહ્યા છે. એમના આવનારા ગીતોમાં હેમંત ચૌહાણના અવાજમાં માતાજીનો ગરબો અને ઐશ્ર્ચર્યા મજમુદારના અવાજમાં વરઘોડા ડી.જે. સોન્ગ ટુંક સમયમાં રીલીઝ થવાના છે.

આ ઉપરાંત ગુજરાતના તમામ જાણીતા સંગીતકારો જેવા કે પંકજ ભટ્ટ, ધવલ કાપડીયા, મયુર નાડીયા, રવિ-રાહુલ, રણજીત નાડીયા સાથે કામ કરી ચુકયા છે.

ડીવી ડીજીટલ સરસ્વતિ સ્ટુડયો જુનાગઢ શ્રીરામ ઓડિયો એન્ડ ટેલીફિલ્મસ રાજકોટ અને નાગલધામ ગ્રુપ અમદાવાદ જેવી અનેક એન્ટરટેઇનમેન્ટ કંપનીઓ સાથે કામ કર્યુ છે.

મુકેશ પ્રાગજીભાઇ મકવાણા (મુકેશ માહી) જે માહીના ઉપનામથી ગીતો અને ગઝલો લખે છે એમનુઁ મૂળ વતન વઢવાણ જી. સુરેન્દ્રનગર છે અને તેઓ હાલ કાળીપાટ રાજકોટમાં સ્થાયી છે.

અનિલ જેન્તીભાઇ વાઘેલા જેઓ આસ્તિક ઉનામથી ગીતો અને ગઝલો લખે છે એમનુ મૂળ વતન હાલરમાં હોવાથી તેઓ આસ્તિક હાલારીના ઉપનામથી ગુજરાતભરમાં જાણીતા છે. એમનું મુળવતન પડધરી તાલુકાનું સાલ પીપળીયા ગામ છે તેઓ હાલ રાજકોટમાં જ રહે છે.

આ જુગલ જોડી હજુ પણસફળતાનાં શિખર સર કરે તે માટે તેમના સંગીતના ચાકો શુભકામના આપી રહ્યા છે. ગીતકાર જોડીએ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.