અધતન સુવિધાજનક્ મેડિકલ લેબોરેટરી, અનુભવી શૈક્ષણીક સ્ટાફ તેમજ બોયઝ, ગર્લ્સ માટે અલગ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની સવિધા સાથે રિશીરાજ એજયુકેશન ફાઉન્ડેશનનું નવુ નજરાણુ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ ખાતે રીશીરાઝ એજયુકેશન ફાઉન્ડેશન સંચાલીત આર્યવીર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મંજુરી ગઈકાલે જ ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે જે અંતર્ગત આજરોજ આર્યવીર હોમિયોપેથીક કોલેજ કુવાડવા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુંં હતુ. આ પત્રકાર પરિષદમાં અનીષ વાઢેર ડાયરેકટર ગીરીશ જીયાણી, ડાયરેકટર ડો. સી.કે. દાસ, પ્રિન્સીપાલ મહેન્દ્ર રૈયાણી, નરેન્દ્ર રૈયાણી, પરેશ સુદાણી, ગોરધન સુદાણી, વિપુલ સુદાણી વગેરે હાજર રહ્યા હતા.
આર્યવીર હોમિયોપેથીક કોલેજનાં ડાયરેકટર અનિષ વાઢરે પકિર પષિદ સંબોધતા જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૭-૧૮માં આર્યવીર હોમિયોપેથીક મેડીકલ કોલેજની ૧૦૦ સીટની શૈક્ષણીક પ્રક્રિયા ચાલુ કરવા માટેની મંજુરી ભારત સરકાર દ્વારા મળી ગઈ છે. આ કોલેજ ગુજરાત સરકાર તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે. આ કોલેજનો શુભારંભ આગામી ૨૫ નવેમ્બરથી થવા જઈ રહ્યો છે.
વધુમાં તેઓએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે ગર્વમેન્ટ નોર્મ્સ આધારે તમા કોલેજ ૨૨મીથી શ‚ થનાર છે. પરંતુ અમારી કોલેજનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો અમો ૨૫મી નવેમ્બરથી કોલેજનો શુભારંભ કરીશુ હોમિયોપેથીક કોલેજમાં કુલ ૧૦૦ સીટ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે. ખાસ તો તાલીમ આપવા શિક્ષણ પ્રદાન કરવા માટે ગુજરાત બહારથી ખૂબજ અનુભવી સ્ટાફ બોલાવવામાં આવશે. આઉપરાંત વિદ્યાર્થીઓને આર્યવીર હોમિયોપેથીક મેડીકલ કોલેજમાં અધતન સુવિધાજનક મેડીકલ લેબોરેટરી, યોગ્ય લાયકાત અને અનુભવી શૈક્ષણીક સ્ટાફ તેમજ બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોલેજની સાથો સાથ હોસ્પિટલની પણ મજૂરી મળી ગઈ છે. આ હોસ્પિટલમાં કુલ ૨૫ બેડની સુવિધા વાળી છે. ખાસ તો ફી પણ ગર્વમેન્ટના નિયમ મુજબ જ વસુલકરવામાં આવશે. ઉપરાંત ૩૦મીથી ફિઝિયોતેરાપીની ૩ સીટ પણ કોલેજમાં શ‚ કરવામાં આવશે.