રાજકોટના પાણી પ્રશ્ર્નને કાયમી ધોરણે ભૂતકાળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમને છલકાવી દેશે. આ શુકનવંતા કામનું કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૂર્વે રાજકોટમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગઇકાલે આજીડેમ ખાતે નર્મદામૈયાની મહાઆરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અગ્રણી અંજલીબેન ‚પાણીની આગેવાનીમાં હજારો બહેનોએ નર્મદા મૈયાની આરતી કરી હતી. નર્મદા મૈયાને આવકારવા મહાપાલિકા દ્વારા ડેમ ખાતે ભવ્ય આતશબાજી યોજાઇ હતી. ત્યારબાદ મ્યુઝિકલ નાઇટમાં બોલીવુડના ખ્યાતનામ સિંગર અંકિત તિવારીએ રાજકોટવાસીઓને ડોલાવ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે રાજકોટમાં લોકોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી માંધાતાસિંહ જાડેજા, ગૈાસેવા આયોગના અધ્યક્ષશ્રી વલ્લભભાઇ કથીરીયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશ મિરાણી, પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી રાજુભાઇ ધ્રૃવ, ધારાસભ્યશ્રી ગોંવીંદભાઇ પટેલ, તથા શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, પૂર્વ મેયરશ્રી રક્ષાબેન બોળીયા, પૂર્વમંત્રીશ્રી જશુબેન કોરાટ, પ્રજાપિતા બ્રહ્માકુમારી તથા સ્વામિ નારાયણ સંસ્થાની બહેનો, ઉત્સાહી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
- LookBack 2024 Sports: ક્યાં કારણે આ વર્ષ બોક્સિંગ માટે અભિશાપરૂપ સાબિત થયું ??
- અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
- Look Back 2024 Entertainment : આ વર્ષે, હોરર ફિલ્મોની સામે અન્ય ફિલ્મો ધૂમ મચાવી ગઈ
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર