રાજકોટ શહેરમાં લોકોની સવલત માટે શરૂ કરવામાં આવેલી સીટી બસ સેવા દિવસે ને દિવસે લોકો માટે મુશ્કેલી બની રહી છે. શહેરના મધ્યમાં આવેલા આમ્રપાલી વિસ્તારમાં સીટી બસે એક દશ વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોએ બસ ડ્રાઇવરને ઘટનાસ્થળે જ લમધાર્યો હતો.રૈયા રોડ પાસે આવેલી આમ્રપાલી ફાટક પાસે કિશાનપરામાં શેરી નંબર 5, માં રહેતા દશ વર્ષનો તાવ્યા ગૌરાંક સાઇકલ પર જઇ રહ્યો હતો, એ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી સીટી બસે તેને અડફેટે લીધો હતો. ઘટનામાં બાળકને ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તુરંત તેને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્રીત થઇ ગયું હતુ, બાદમાં અકસ્માત સર્જનારી સીટી બસના ડ્રાઇવરને સ્થાનિકોએ પકડી બે ફામ માર માર્યો હતો. થોડા સમય બાદ ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પણ આવી પહોંચ્યો અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા, તો લોકોની ફરિયાદના આધારે સીસી બસ ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
અરેરાટી…..સીટીબસની હડફેટે બેના મોત
Previous ArticleUS માં ભારતીય ડોકટરની હત્યા…
Next Article યાદશક્તિ વધારવા દરરોજ ખાઓ સંતરા…!!