આરોહી પટેલ અને તત્સત મુનશી એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે જાણીતા નામ. 6 ડિસેમ્બરે બંને ખાસ મિત્રો ઉદયપુરના પેલેસમાં કાયમી રૂમમેટ બની ગયા છે. હમણાં થોડા દિવસ પહેલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે ખૂબ જાણીતા એક્ટરો મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ લગ્ન ગ્રંથિમાં બંધાયા હતા. ત્યારે હવે જાણો આરોહી-તત્સતના લગ્નની ઈન્સાઈડ સ્ટોરી. તેણીએ પોતાના મેરેજમાં એન્ટ્રી ડાન્સ કર્યો હતો. જુઓ બ્યુટીફૂલ દુલ્હન આરોહીની ધમાકેદાર એન્ટ્રીનો વિડીયો….
View this post on Instagram
આરોહી અને તત્સતના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉદેપુર પહોંચ્યા હતા. તેમજ આ નવ દંપતીને બ્લેસિંગસ આપવા મલ્હાર ઠાકર, પૂજા જોશી, એષા કંસારા, સિદ્ધાર્થ ભાવસાર, મિત્ર ગઢવી, આર્જવ ત્રિવેદી, જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આરોહી અને તત્સતના લગ્નની તમામ વિધિઓ ઉદેપુરમાં થઈ હતી તો તેમણે યુનિક પાયજામા પાર્ટી થીમ પર સંગીત નાઇટનું પણ આયોજન કર્યું હતું.
આરોહી અને તત્સત તેના રિસેપ્શનમાં ખૂબ જ સુંદર અને બ્યૂટીફૂલ લાગી રહયા હતા. આરોહીએ ગ્રે કલરની સાડી પહેરી છે અને તત્સતે બ્લૂ કલરની શેરવાની પહેરી છે. રિસેપ્શનમાં બંનેએ અમેઝિંગ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. બંનેનો અમેઝિંગ ડાન્સ પરફોર્મન્સનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
View this post on Instagram