પવિત્ર શ્રાવણના અંતિમ દિવસોને આરાવારા ના દિવસો કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પુરાણકાળથી અમાસનું ઘણું મહત્વ છે. જેમાં પિતૃ તર્પણ, શ્રાઘ્ધ વગેરે કાર્યો માટે શુભ મનાય છે. સર્વ પિતૃ મોક્ષાથે આજથી ત્રણ દિવસ પિતૃઓને પાણી અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સવારે પીપળાની પુજા કરી પાણી રેડવામાં આવે છે. પોતાના પિતૃમાં નામનું પાણી પીપડે રેડે છે. કહેવાય છે કે અમાસના દિવસે પિતૃને યાદ કરીને પીપડે પાણી અર્પણ કરવું તેનાથી પિતૃઓ સઁપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે.

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મુળ, મઘ્યભાગ તથા આગળના ભાગમાં બ્રહ્મદેવ, ભગવાન વિષ્ણુ અને મહેશનો વાસ છે. જે લોકોનું અકાળે મૃત્યુ થયું હોય કે જેમની તિથિ યાદ ન હોય તેમના શ્રાઘ્ધ અને તર્પણ માટે સર્વ પિતૃમોક્ષ માટે આ દિવસો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.