કેજરીવાલ જેવા ગાજયા એવા વરસ્યા નહિ, મતની ટકાવારીનો જેટલો અંદાજ હતો તેનાથી ઓછું થવાનું અંદાજ : ભાજપ-કોંગ્રેસ બન્ને આપ ઉપર તૂટી પડતા કેજરીવાલ ફીવર ઘટ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપનું ઝાડુ ધાર્યા જેટલુ ચાલ્યું નથી. કેજરીવાલ જેવા ગાજયા એવા વરસ્યા નથી. મતની ટકાવારીનો જેટલો અંદાજ હતો તેનાથી ઓછું થવાનું અંદાજ મળી રહ્યું હોય, આપને ડેમેજ થવાના અણસાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામવાનો છે. જો કે આ જંગમાં કેજરીવાલનો જાદુ ચાલે તેવી શકયતા સેવાઈ રહી હતી. જો કે શરુઆતમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ભાજપ અને કોંગ્રેસ બન્નેને ડેમેજ કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી.
પણ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ માત્ર અમુક સીટો પૂરતો જ મર્યાદિત રહ્યો હોય આપને ડેમેજના અણસાર મળી રહ્યા છે. કેજરીવાલ દિલ્હી બાદ પંજાબમાં પણ સફળ રહ્યા છે. હવે ગુજરાત કે જે ભારતના રાજકારણનું એપી સેન્ટર ગણવામાં આવે છે.ત્યાં ઝાડુ ફેરવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા. પણ તેઓનું સખત મહેનતને પગલે પણ ભાજપના ગઢને આચ પણ આવી નથી. હવે ધીમે ધીમે આપના વિરોધમાં ચિત્ર ઉપસી રહ્યું છે. હવેની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી જેવી ગાજી હતી તેવી વર્ષી શકી નથી.
- કેજરીવાલની રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા!!
- ભલે તમે મોદીના સમર્થકો હોય, એક દિવસ અમે તમારું દિલ જીતી લેશું : કેજરીવાલે પાછું વાળ્યું
વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. એવામાં તમામ રાજકીયપક્ષો પોતાનો જોર બતાવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી એક બાદ એક સભાઓ અને રેલીઓ યોજી રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પ્રચારના કામે લાગી ગઈ છે તો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના ઉપરા છાપરી પ્રવાસ
કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો પંચમહાલના રોડ શો કરી રહ્યાં હતા તે દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, એક દિવસ આમ આદમી પાર્ટી પણ મોદી સમર્થકોના દિલ જીતી લેશે.પાપ્ત માહિતી અનુસાર પંચમહાલના હાલોલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રોડ શો દરમિયાન તેઓ જનસભાને સંબોધિ રહ્યાં હતા ત્યારે મોદી સમર્થકોએ મોદી મોદીના લગાવ્યા હતા જ્યારે કેજરીવાલે કહ્યું હતું કે, કેટલાક મિત્રો મોદી મોદી બોલી રહ્યો છે તેમને કહેવા માગુ છુ કે, તમે ગમે તેટલા મોદી મોદીના નારા લગાવી લો પણ તમારા બાળકના સારા શિક્ષણ માટે સારી સ્કૂલ કેજરીવાલ જ બનાવવાના છે. તેમણે કહ્યું મોદીના ગમે તેટલા નારા લગાવી લો પણ મફત વીજળી કેજરીવાલ આપવાનો છે. તેમણે કહ્યું કે તમે કોને સમર્થન કરો છે તેનુ અમને કોઈ વાંધો નહી પણ એક દિવસ તમારા પણ દિલ જીતી લઈશું અને તેમને આમ આદમી પાર્ટીમાં લાવી દઈશું.
- સુરતમાં આપમાં વિખવાદ વિરોધીઓએ બોલાવ્યું સંમેલન
- પાર્ટી રૂપિયા લઈને ટીકીટ ફાળવતી હોવાના સનસનીખેજ આક્ષેપ : આજના સંમેલન ઉપર નેતાઓની મીટ
વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી પૂર્વે જ હવે રાજકીય પક્ષોમાં અસંતોષનો ચરૂ ધીરે ધીરે ઉકળવા લાગ્યો છે. સુરત શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા આપ વિરૂદ્ધ જ રૂપિયા લઈને ટિકીટની ફાળવણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે રાજ્યભરના આમ આદમી પાર્ટીના અસંતુષ્ટોનું સમ્મેલન
બોલાવવાની જાહેરાત કરતાં હોબાળો મચી જવા પામ્યો છે.આ સંદર્ભે આમ આદમી પાર્ટી સુરત શહેર ઉપપ્રમુખ રાજેશ દિયોરાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 22 મહિનાથી આમ આદમી પાર્ટીના સંગઠનમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. આગામી વિધાનસભા ચુંટણીમાં ટિકીટ ફાળવણી મુદ્દે તેઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાર્ટીના પાયાના કાર્યકરોને હડસેલીને કોંગ્રેસ અને ભાજપના આયાતી ઉમેદવારોને ટિકીટ ફાળવવામાં આવી છે જે ખરેખર નિંદનીય છે. બીજી તરફ આપના જ કેટલાક નેતાઓ દ્વારા રૂપિયા લઈને ટિકીટ ફાળવણીનો આક્ષેપ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ખુદ આપના જ અસંતુષ્ટ કાર્યકરો દ્વારા પ્રચાર કરવામાં આવશે. આ અંગે આજે વેડરોડ ખાતે આવેલ દેવમણી ફાર્મ પર આપના નારાજ અને અસંતુષ્ટ કાર્યકરોનું સમ્મેલન બોલાવવામાં આવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.