અમદાવાદમાં રોડ શો યોજયો: ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા
આમ આદમી પાર્ટી (આપ) એ રોડ શો યોજીને ચૂંટણીના નગારે ઘા કર્યો છે.ચૂંટણી ઢુકડી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શ‚ કરી દીધો છે. ભાજપ, કોંગ્રેસ સામે ચૂંટણીમાં ટકી રહેવા આમ આદમી પાર્ટીઓ પ્રચાર કવાયત શ‚ કરી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભાજપના નેતા અમિત શાહના કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતે રોડ શોનું આયોજન કર્યું હતુ. અમદાવાદના રોડ શોમાં ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા હતા. દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી ગોપાલરાવે જણાવ્યું હતુ કે હું ગુજરાત આમ આદમી પાર્ટીનો ઈન્ચાર્જ છું અને આ રોડ શો પાછળ મારી દોરવણી છે. હું આ રેલીને લીડ કરરી રહ્યો છું અમે ગાંધી જયંતીનાં દિવસને જ પ્રચારનો આરંભ કરવા માટે પસંદ કર્યો છે. કેમકે ગાંધી ગુજરાતનાં છે.
રોડ શોમાં સૂત્રો પોકારવામાં આવ્યા હતા કે બીજેપી હટાવ, પરિવર્તન લાવ, ગોપાલ રાવે તેમના પ્રવચનમાં જણાવ્યું હતુ કે બીજેપીનો અહમ અને ભ્રષ્ટાચાર માઉન્ટ એવરેસ્ટથી પણ ઉંચો છે. તેને ધરતી પર લાવો.ગોપાલરાવે અંતમાં જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં વધુ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે ટૂંકા દિવસોમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવશે.