૧૦૦ જેટલા કાર્યકર્તાઓએ અટકાયત બાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘રામધૂન’ બોલાવી વિરોધ નોંધાવ્યો
આજે આમ આદમી પાર્ટીએ શહેરનાં જિલ્લા પંચાયત ચોક ખાતે બેનરો દ્વારા સરકારને વિદ્યાર્થીઓની ફી માફીની માંગ કરતુ એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં શિક્ષણ નહી તો ફી નહી વગેર જેવા વિવિધ સ્લોગન રજૂ કરતા બેનરો રજૂ કરવામાં આવ્યા હતા. આપના શહેર પ્રમુખ રાજભા ઝાલાની આગેવાની તથા શહેર પ્રભારી અજિતભાઈ લોખીલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ કાર્યક્રમના પરિણામ સ્વરૂપ પોલીસ દ્વારા ૧૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જવાયા બાદ આપના આ તમામ કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
અલગ અલગ સ્લોગનો જેવા કે શિક્ષણ નહીં તો ફી નહી, શાળા સંચાલકોનો નિભાવ કર્ચ સરકાર ભોગવે, માસ્ક ન પહેરવાનો દંડ ૧૦૦૦ તો કરોડોની ફી બાબત સરકાર ચૂપ કેમ ? દ્વારા જેવા સૂત્રો પ્રદર્શિત કરી ફી માફી માટે સરકારને માંગણી કરી છે. કાર્યક્રમમાં શિવલાલભાઈ પટેલ ઉપપ્રમુખ રાજકોટ શહેર મંત્રી દિલીપભાઈ વાઘેલા, યુવા પ્રમુખ નૈમિષ પાટડીયા, મહિલા પ્રમુખ જુલીબેન ડોડીયા તેમજ ઈન્દુભા રાઓલ, પ્રભાતભાઈ હૂંબલ, રાહુલભાઈ ભુવા અને ઈતિરાજસિંહ જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શહેર મહામંત્રી દિવ્યકાંતભાઈ કગરાણાએ સંભાળી હતી હાલમાં નામદાર હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ફટકાર આપવામાં આવી હતી. કે આવા નીતિ વિષયક નિર્ણયો સરકારે લેવા જોઈએ તેના માટે કોર્ટનો સમય ના બગાડવો જોઈએ.
ઘણા સમયથી ગુજરાત વાલીમંડળ ફી બાબતે સરકારને રજૂઆત કરે છે.પરંતુ કહેવાતી સંવેદનશીલ સરકાર યોગ્ય નિર્ણય ના કી શકતા વાલીઓમા રોષ જોવા મળે છે. રૂપાણી સરકાર અને શાળા સંચાલકો વચ્ચેની સાંઠગાંઠનો ભોગ વિદ્યાર્થી અને વાલીઓ બને છે. આમ આદમી પાર્ટી આ અવાજને સરકારના બહેરા કાન સુધી પહોચાડવા પ્રયત્નશીલ છે. આ અવાજ પ્રચંડ રોષ બને તે પહેલા ગુજરાત સરકાર વાલીઓના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી આમ આદમી પાર્ટીનીમાંગણી છે.