ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના તરીકે સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ. પરંતુ ઈશુદાન ક્યાંથી સીએમ પદ માટે ચૂંટણી લડશે તેની જાહેરાત આજ રોજ કરી દેવામાં આવી છે.

આપના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલ દ્વારા સીએમ પદનો ચહેરો જાહેર કર્યા પહેલા વોટ્સએપના માધ્યમથી પોલ કરાવ્યો હતો જેમાં ઈશુદાન ગઢવીને ૭૫ % મત મળ્યા હતા. આ પોલમાં ગોપાલ ઈટાલિયા કરતાં વધારે મત મળતાં ઈસુદાનને મુખ્યમંત્રુદના ઉમેદવાર જાહેર કરાયા છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે તો કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞીક ચૂંટણી લડવાના છે ત્યારે આજ રોજ આપ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે ઈશુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.