રાજકોટ લોકસભાના ઇન્ચાર્જ તરીકે દીલીપસિંહ વાઘેલાની નિમણુંક કરાય
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજયની 182 બેઠકો પૈકી પાંચ બેઠકો પર જીત મેળવનાર આમ આદમી પાર્ટીએ રાજયમાં લોકસભાની તમામ ર6 બેઠકો પર ચુંટણી લડવાનું મકકમ મન બનાવી લીધું છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠીયા દદ્વારા 193 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. લોકસભાની બેઠકો પ્રભારી તથા ઇન્ચાર્જની નિયુકિત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો માટે ઇન્ચાર્જ તથા પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠકના ઇન્ચાર્જ તરીકે દિલીપસિંહ વાઘેલા, પોરબંદર લોકસભા બેઠકના ઇન્ચાર્જ તરીકે રોહિત ભુવા, જુનાગઢ લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે ર ડો. હિતેશભાઇ વઘાસિયા અને જામનગર લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે ભાવેશભાઇ સભાડીયાની નિયુકત કરવામાં આવી છે. જયારે ભાવનગર લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે નિતાબેન મોદી, અમરેલી લોકસભા બેઠકના પ્રભારી તરીકે કાંતિભાઇ સતાસિયા, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે
મયુરભાઇ સાકરીયા, અને કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે ડો. નેહલ વૈદ્યની નિમણુંક કરાય છે. વલસાડ બેઠકના પ્રભારી પદે કમલેશભાઇ પટેલ, ભરુચ બેઠકના પ્રભારી તરીકે યાકુબભાઇ ગુજરી, દાહોદ લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે નરેશભાઇ બારિયા, સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રભારી તરીકે બીપીન ગામેતી, બનાસકાંઠા બેઠકના પ્રભારી તરીકે વિનય દવે, મહેસાણા બેઠકના પ્રભારી તરીકે રણછોડભાઇ ચૌધરી, પાટણ બેઠકના પ્રભારી તરીકે પ્રભાતસિંહ સોલંકી, આણંદ લોકસભા બેઠકના ઇન્ચાજ તરીકે ભાવેશ પંચાલ, ગાંધીનગર બેઠકના ઇન્ચાજ તરીકે કમલેશભાઇ ઝવેરી, ખેડા બેઠકના પ્રભારી તરીકે મયુરઘ્વજ ડાભી, અમદાવાદ પૂર્વ બેઠકના ઇન્ચાર્જ તરીકે હરેશભાઇ પટેલ, બારડોલી બેઠકના ઇન્ચાર્જ તરીકે જગતસિંહ વસાવા, પંચમહાલ બેઠકના ઇન્ચાર્જ ભાણાભાઇ ડામોર, સુરત લોકસભા બેઠકના ઇન્ચાર્જ તરીકે રજનીભાઇ વાઘાણી, નવસારી બેઠકના ઇન્ચાર્જ તરીકે પંકજ તાપડે તથા વડોદરા બેઠકના ઇન્ચાર્જ તરીકે વિરેનભાઇ રામીની નિયુકિત કરવામાં આવી છે.
જે જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન માળખુ નબળુ છે ત્યાં પક્ષને વધુ મજબુત બનાવવા માટે પ્રભારીની નિયુકિત કરાય છે. અમદાવાદ જીલ્લો, તાપી જીલ્લા, બોટાદ જીલ્લા, નવસારી જીલ્લો, ગાંધીનગર જીલ્લો, વડોદરા શહેર આણંદ જિલ્લો, મહેસાણા જીલ્લો, ગાંધીનગર શહેર, બનાસકાંઠા જીલ્લો, પાટણ જીલ્લો, અરવલ્લી જીલ્લો, ખેડા જીલ્લા, સુરેન્દ્રનગર જીલ્લા, ભાવનગર શહેર અને જીલ્લા જુનાગઢ જીલ્લો, અમરેલી જીલ્લો, જામનગર શહેર અને જીલ્લા, કચ્છમાં વેસ્ટ અને ઇસ્ટ, મોરબી જીલ્લો, અને વડોદરા જીલ્લાના પ્રભારીની નિયુકિત કરાય છે. નવી ટીમમાં 193 સભ્યોનો સમાવેશ કરાયો છે.