આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 40 લાખથી વધુ મત મેળવીને ગુજરાતમાં એક નવી રાજનીતિની શરૂઆત કરી દીધી હતી. હવે આમ આદમી પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પણ પૂરી તૈયારી સાથે લડવા જઈ રહી છે. આ લોકસભા ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામા પ્રદેશ કાર્યકારિણી બેઠક યોજાઈ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના સીએમ માનની અધ્યક્ષતામાં ગુજરાત ‘આપ’ની કાર્યકારણી યોજાઈ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાતના સમીકરણો પર પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તેના આધારે રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લાના તથા લોકસભાના પ્રભારીઓ તથા હોદ્દેદારો સહિત અગત્યના સાથીઓ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલા નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક સભા કરવામાં આવી હતી. જેમાં ચૈતરભાઇ વસાવાનું નામ ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.