પાર્ટીનું સંગઠન સુચારૂ રીતે ચાલે તે માટે ઝોન સહ જવાબદારીઓ સોંપવામાં આવી રાજભા ઝાલા: ‘આપ’ના નવનિયુક્ત હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
‘આપ’ના નવનિયુક્ત હોદ્દેદારોએ આજરોજ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનશે તેમ ઉપપ્રમુખ શિવલાલભાઈ બારસીયાએ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી શહેરમાં પૂરી તાકાતથી મેદાનમાં આવી છે અને પાર્ટી એ પ્રતિષ્ઠિત અને પ્રમાણિક આગેવાનોને પાર્ટીનું સુકાન સોંપ્યું છે જેના કારણે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે તેવા દાવો કર્યો હતો. જે રીતે દિલ્હીમાં કેજરીવાલની કામની રાજનીતિ છે તેમ પ્રકારે રાજકોટ શહેરમાં પણ તેજ મોડેલથી આમ આદમી પાર્ટી કામ કરશે. તેમ આપના પ્રભારી અજીત લોખિલે જણાવ્યું છે.
અંગે નવ નિયુક્ત પ્રમુખ રાજભા ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાર્ટીનું સંગઠન સુચારૂ રીતે ચાલે તે માટે જવાબદારીઓ ઝોન સહ સોંપવામાં આવી છે. જેમાં રાજભા ઝાલા સેન્ટ્રલ ઝોન સાથે સહમંત્રી ચેતન કામાણી રહેશે તેવી જ રીતે શિવલાલભાઈ વેસ્ટઝોન સાથે સહમંત્રી પરેશ શિંગાળા રહેશે અને ઈસ્ટઝોન અજીતભાઈ લોખીલ સાથે સહમંત્રી રાજેશ પાનસુરીયા રહેશે. સંગઠન રચના બાબતે માહિતી આપતા રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પાર્ટી સંગઠન પોલીંગ સ્ટેશનથી ગ્રાઉન્ડમાં પોલીંગ બુથ સુધી મહિના દિવસમાં જાહેર કરી દેશું.
શિવલાલભાઈએ આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, પાર્ટી આજ વીકમાં પેટ્રોલ-ડિઝલના કમરતોડ ભાવ વધારાનો વિરોધ કરતો કાર્યક્રમ યોજશે અને સ્કૂલ ફી બાબતે શાળા-સંચાલકોની મનમાની વિરુદ્ધ કાર્યક્રમ યોજશે. તેમજ મહાનગરપાલિકામાં લોકોની સમસ્યાને વાચા આપવા પણ પાર્ટી કાર્યક્રમો યોજશે.
‘અબતક’ની મુલાકાતમાં પ્રભારી અજીતભાઈ લોખીલની આગેવાનીમાં શહેર પ્રમુખ રાજભા ઝાલા, શહેર ઉપપ્રમુખ શિવલાલભાઈ બારસિયા, શહેર સહમંત્રી પરેશ શિંગાળા, શહેર સહમંત્રી ચેતન કામાણી તેમજ શહેર સહમંત્રી રાજેશ પાનસુરીયા ઉપસ્થિત રહેલ.