દાગીઓને નહીં અપાય ટિકિટ: અંતિમ નિર્ણય મોવડી મંડળ લેશે: બીજી ઓકટોબરથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે આમ આદમી પાર્ટી
આપને જોઈએ છે જેન્ટલમેન મીસ્ટર કલીન ટિકિટ વાંચ્છુઓ માટે ક્રાઈટેરિયા નકકી કરવામાં આવ્યો છે. જેનો કલીન રેકોર્ડ અને ગૂડ કેરેકટર એટલે કે બેદાગ ભૂતકાળ અને સા ચાલ-ચલન હશે તો તે જોઈને જ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા ટિકિટ અપાશે.
ગુજરાતમાં ચૂંટણી ઢૂકડી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી અભિયાનની કામગીરી ગતિશીલ બનાવી દીધી છે. પક્ષ કોને કોની સામે મેદાનમાં ઉતારશે તેની રણનીતિ યુધ્ધનીતિ ઘડાવા લાગી છે. મીટીંગોનો દૌર શરૂ થઈ ગયો છે. સાથોસાથ ઉમેદવાર અંગે પણ રૂપરેખા તૈયાર કરવામા આવી છે.
આમ આદમી પાર્ટીના મોવડી મંડળે આંકેલી ‚પરેખા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા જ ઉમેદવારને ટિકિટ અપાશે જેનો કોઈ ગુનાઈન ઈતિહાસ નહી હોય એટલું જ નહી તેનો કોઈ વર્તમાન સમયમાં પણ છબી ખરડાયેલી ન હોવી જોઈએ. આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી સમિતિના પ્રમુખ કિશોર દેસાઈએ અમદાવાદ ખાતે જણાવ્યું હતુ કે અમે સંભવિત ઉમેદવારોની યાદી નવી દિલ્હી મોકલીશું પરંતુ ટિકિટ આપવા અંગે અંતિમ નિર્ણય તો મોવડી મંડળ જ લેશે આમ આદમી પાર્ટી બીજી ઓકટોબરથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે.