આ અંગે સરકાર દ્વારા લેવાતા પગલાનું ‘આપ’ સમર્થન કરશે અને આ મુદ્દે આક્રમક કાર્યક્રમ આપશે: ‘આપ’ની ચીમકી
જુનાગઢ અને માણાવદરને પોતાનો હિસ્સો બતાવવાની પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી વાતના સંદર્ભે આપ ના પ્રમુખ તથા ઉપપ્રમુખ
સહિતના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને જો સરકાર આ અંગે પગલા લેશે તો આપ તેનું સમર્થન કરીને આક્રમક કાર્યક્રમ આપશે.
આમ આદમી પાર્ટી ગુજરાત પાકિસ્તાનની આ નાપાક વૃતિનો સખત વિરોધ કરે છે. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ફરીથી પોતાની હલકટ વૃતિનો પરિચય આપ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતનો એક એક સાથી પાકિસ્તાન સામેના ભારત સરકાર દ્વારા કોઇપણ એકસન લેવામાં આવશે તો એવા દરેક નિર્ણયનું સમર્થન કરીશું આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રમક કાર્યક્રમ આપશે.
શહેર ઉપપ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી પાકિસ્તાનને સીધો કડક સંદેશ આપે છે કે ભારતની તસુ જમીન પર પાકિસ્તાનની ગંદી નજર પાડી તો આ દેશના જાંબાઝ જવાનો પાકિસ્તાનની નાપાક હરકતોને એનીજ ભાષામાં જવાર આપવા સક્ષમ છે તેવું આપની યાદીમાં જણાવાયું છે.
‘આપ’ના આગેવાનોએ રોષ વ્યકત કર્યો
આમ આદમી પાર્ટી દેશની એકતા, અખંડિતથતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે હંમેશા કટિબઘ્ધ છે: અજીત લોખીલ, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ
પાકિસ્તાને ફરીથી પોતાની હલકટ વૃતિનો પરિચય આપ્યો છે. હવનમાં હાડકા નાખવાની પાકિસ્તાનની હલકી વૃત્તિ છતી થઇ: રાજભા ઝાલા- રાજકોટ શહેર પ્રમુખ દેશના જાંબાઝ જવાનો પાકિસ્તાનની નાપાક હરકતોનો એની જ ભાષામાં જવાબ આપવ સક્ષમ છે: શિવલાલ બારસિયા શહેર ઉપપ્રમુખ