• ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન
  • જેલમાં ભાજપના અત્યાચારનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે: ઇસુદાન ગઢવી
  • ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્ય અને જેલમુક્તિ માટે કરી પ્રાર્થનાWhatsApp Image 2024 07 30 at 3.44.27 PM

અમદાવાદ ન્યુઝ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દીધા છે. ત્યારે જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન દિવસને દિવસે ઘટી રહ્યું છે જેના કારણે તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે તેમની તબિયતમાં સુધારની અને તેમની જલ્દી જેલમુક્તી થાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ કાર્યાલયથી નીકળીને આ પદયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીને ફુલહાર અર્પણ કરી અરવિંદ કેજરીવાલની તબિયત માટે અને જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.WhatsApp Image 2024 07 30 at 3.44.26 PM 1

આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનઈ ગઢવીની સાથે સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, કાર્યકારી પ્રમુખ રામ ધડુક, કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા, કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશ પટેલ, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ મંત્રી અજીત લોખિલ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, પ્રદેશ મંત્રી જયેશ સંગાડા, દાહોદ જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા અને સુરતના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.