- ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પરેશાન કરવામાં આવતા વિધવા માતા અને દીકરીઓની ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી.
- બૌડામાં અરજી કરી કામ અટકાવી ગરીબ પરિવારને દબાવવાનું કાવતરું કરવામાં આવ્યું છે.
Gujarat News : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ ઝાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલા અને ત્રણ દિકરીઓની મુલાકાત લીધી હતી. આ મહિલા પોતાની ત્રણ દિકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા. તેઓ સૌ ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એમની દિકરીઓ લગ્ન લાયક થતાં અને એમની દિકરીઓના રક્ષણ માટે જેમ તેમ કરી ચાર બાજુ દીવાલ બનાવી મકાન બનાવી રહ્યા હતા. ત્યારે થોડા દિવસ અગાઉ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા બૌડામાં અરજી કરી કામ અટકાવી ગરીબ પરિવાર ને દબાવવાનું કાવતરું કર્યું હતું અને ત્યાર બાદ બૌડા દ્વારા નોટીસ મારી દીધેલ હતી.
અગાઉ પણ આ પ્રમુખ દ્વારા જાતી વિષયક અપશબ્દો બોલી ગમે તેમ વર્તન કર્યું હતું. આ બાબતની ફરિયાદ કરવા જ્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા ત્યારે એમની સાથે પોલીસ સ્ટેશનમાં પણ ગમે તેમ વર્તન થયું હોય એમ જાણવા મળ્યું હતું અને આજે આ પરિવારની મુલાકાત લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ આ પરિવારને આશ્વાસન આપ્યું હતું અને તેમને હિંમત આપી હતી કે આગળ ન્યાય અપાવવા ન્યાયિક લડાઈમાં સાથે રહીશું.