- પાટીદારોને સાઇડમાં રાખી કોંગ્રેસ ગુજરાતમાં ‘ખામ’ થીયરી અપનાવવાના મુડમાં: હાર્દિક પટેલ ગમે ત્યારે કેસરિયા કરે તેવી પ્રબળ બનતી સંભાવના
- કદથી વધુ આપવા છતાં પાટીદાર નેતાઓ સમાજમાં ઉપડતા નથી હવે કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેન્કને વધુ મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ: પાટીદાર આગેવાનો કદ મુજબ વેતરાવા લાગ્યા
ગુજરાતની ગાદી ફતેહ કરવા માટે કોંગ્રેસ વધુ એક વખત રાજયમાં ‘ખામ’ થીયરી અપનાવવા તરફ આગળ વધી રહી છે કદ કરતાં વધુ આપવા છતાં પાટીદાર નેતાઓ પોતાના સમાજમાં ન ઉપડતા હવે કોંગ્રેસે તેને સાઇડમાં મુકી દીધા છે. જે રીતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ કોંગ્રેસે તેનું કદ વિશાળ બનાવી દીધું છે તે જોતા એક વાત સ્પષ્ટ થઇ જવા પામી છે કે હવે વિધાનસભાની આગામી ચુંટણીમાં કોંગ્રેસ કોઇ એક સમાજના ભરોસે રહ્યા માંગતો નથી. પોતાની વર્ષો જુની પરંપરાગત વોટ બેન્કને વધુ મજબુત કરવા ઇચ્છી રહી છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અઘ્યક્ષ હાર્દિક પટેલને તેના કદ અને હોદા મુજબ પક્ષમાં માન-પાન મળતું નથી. જેનાથી તે રીતસર અકળાય ગયો છે તેને પોતાના ટવીટર એકાઉન્ટ પરથી ગઇકાલે કાર્યકારી અઘ્યક્ષ ગુજરાત કોંગ્રેસ તેવું સ્લોગન પણ હટાવી દીધું છે એક સમયે ભાજપને બેફામ ભાંડનાર હાર્દિક હવે ભાજપના નેતાઓના વખાણ કરી રહ્યા છે.
જો આમંત્રણ મળે તો તે ગમે ત્યારે કેસરીયા કરવા તૈયાર છે. ર015મા0 પાટીદાર અનામત આંદોલન છેડી રાજયમાં અપ્રિતમ લોકપ્રિયતા હાંસલ કરનાર હાર્દિકનો ઉપયોગ મત બેન્ક તરીકે કરવા કોંગ્રેસે તેને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. 2017માં હાર્દિકના ઇશારે કોંગ્રેસ વિધાનસભાની ચુંટણીમાં અનેક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને તેમાં સફળતા પણ મળી. જો કે ત્યારબાદ 2019 લોકસભાની ચુંટણી અને ગત વર્ષ યોજાયેલી રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં હાર્દિક નામનો સિકકો ચાલ્યો નહીં.
જેના કારણે પક્ષમાં તેના માન પાન ઘટવા લાગ્યા વિધાનસભાની ચુંટણીના આડે માત્ર છ મહિના બાકી છે. છતાં કાર્યકારી અઘ્યક્ષ હોવા છતાં હાર્દિક પાસે કોઇ મહત્વપૂર્ણ કામ નથી. બીજી તરફ કોંગ્રેસમાં ભળ્યા બાદ જે રીતે જીજ્ઞેશ મેવાણીને માન પાન મળી રહ્યા છે અને આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ કોંગ્રેસ જીજ્ઞેશ મેવાણીને રાષ્ટ્રીય એકસ પોઝ આપી દીધું. હવે હાર્દિકની કોંગ્રેસને જરુરત નથી તે વાત ફલીત થઇ ચૂકી છે.
જે રીતે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ખામ થીયરી (ક્ષત્રીય, કોળી, દલીત, આદિવાસી અને મુસ્લિમ સમાજ અપનાવી હતી. અને વિધાનસભાની સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બસ તેવી રીતે જ રાજયમાં છેલ્લા ર7 વર્ષથી સત્તાથી વંચીત કોંગ્રેસ હવે ફરી એક વતખ ખામ થીયરી અપનાવી રહીય હોય તેવું લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિશેષ પક્ષના નેતાની નિમણુંકમાં પાટીદાર સમાજની હકાળ પટી કરી દેવામાં આવી હતી. જીલ્લા, મહાનગરોમાં સંગઠનના હોદેદારોની નિમણુંકમાં પણ પાટીદાર સમાજને હાજરી પુરાવા જેટલું સ્થાન આપવામાં આવ્યું છે.
જીજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસમાં વધતા વજને અનેક પાટીદાર નેતાઓને મુંઝવણમાં મુકી દીધા છે તેઓ માટે ભાજપમાં જગ્યા નથી. હવે ‘આપ’ એક માત્ર વિકલ્પ બચ્યો છે જો કે ઝાડુ પકડયા બાદ પણ સફળ થઇ શકાય છે કેમ? તેની સામે પણ મોટો સવાલ છે. હાર્દિક પટેલ હવે ગમે ત્યારે કોંગ્રેસનું પાલવ છોડી દેશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. નરેશભાઇ પટેલ, રાજકારણમાં સક્રિય થવાની વાતો ચોકકસ કરી રહ્યા છે. તેઓનો થોડો ઘણો ઝુકાવ.
કોંગ્રેસ તરફી ચોકકસ હોવાનું મનાય રહ્યું છે પરંતુ પંજાને પકડી રાજકારણમાં લાંબી દોડ દોડી શકાશે અને સફળ થઇ શકાશે કે કેમ તેની સામે પણ શંકા છે. આવામાં નરેશભાઇએ હાલ સર્પના બહાના તળે થોભો અને રાહ જાુવોની નીતિ અપનાવી લીધી છે.
કોંગ્રેસમાં રહેલા પાટીદાર નેતાઓ હાલ કદ મુજબ સાઇડ લાઇન થઇ રહ્યા છે એક સમયે લાઇન થઇ રહ્યા છે એક સમયે જેના એક એક બોલને કોંગ્રેસ ગંભીરતાથી લેતી હતી તે હાર્દિકનો હવે ભાવ પણ પૂછાતો નથી. બીજી તરફ પોતાની રાજકીય કારકીદી ઉગે તે પહેલા જ આથમી ન થાય તે માટે હાર્દિક પણ ગંભીર બન્યા છે તાજેતરમાં તેને ભાજપના દિગ્ગજ નેતા કૈલાસ વિજય વર્ગીય સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને પુરતુ માન-પાન આપવામાં આવતું નથી. તે વાત નરેશભાઇ પટેલને પણ હવે સમજાવવા લાગી છે. ગઇકાલે ભાજપના ચાર ધારાસભ્યોની ખોડલધામની મુલાકાત પણ સુચક માનવામાં આવી રહી છે.
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડવા માંગે છે. અવાર નવાર પક્ષને નુકશાન થાય તેવા નિવેદનો આપવા છતા તેની સામે કોઇ પગલા લેવામાં આવતા નથી. બીજી તરફ હાર્દિકના મોઢે રામ વસ્યા હોય તેમ તે ભાજપના બે મોઢે વખાણ કરી રહ્યો છે. જો કે ભાજપ પણ હાર્દિકને કેસરિયા કરવા માટે આમંત્રણ પાઠવતું નથી જેથી પટેલ હવે મુંઝવાયા છે.
પાટીદાર સમાજમાં ઉપડ તેવા નેતાની શોધ ગુજરાતમાં કોંગ્રેસ કરી રહ્યું છે. હાર્દિક કદ મુજબ વેતરાય જતાહવે પોતાને પાટીદાર નેતાને બદલે સૌથી મોટો હિન્દુત્વ વાદી નેતા ગણાવવા લાગ્યો છે હવે કોઇ એક સમાજ પર નિર્ભર રહેવાના બદલે વર્ષોથી પોતાની સાથે અડિયમ ઉભા રહેતા મતદારો પર ઘ્યાન કેન્દ્રીત કરવાનું કોંગ્રેસે મન બનાવી લીધું છે.