સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડવા લાંબી લાઈનો: કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા માં પણ આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક ચૂંટણી યોજાશે તેવા સ્પષ્ટ સંકેતો હાલમાં વર્તાઇ રહ્યા છે અને ચૂંટણીપંચ દ્વારા પણ આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકા ની યોજાશે તેવી સ્પષ્ટતા કરી છે જેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય બે પક્ષો ના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આપ પણ હવે મેદાને આવ્યું છે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળશે.
ત્યારે આગામી દિવસોમાં યોજાનારી સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપર ચાર ગામોનાં થઈને ૧૩ વોર્ડ થયા છે અને ૫૨ જેટલાં કોર્પોરેટરની નવી બોડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને નગરપાલિકામાં કોર્પોરેટર બનશે ત્યારે આગામી દિવસોમાં ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી છે જેમાં હાલમાં ત્રણ પક્ષો એ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા અને બંને પક્ષના આગેવાનો અને વરિષ્ઠ નેતાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ઉપર પક્ષ નું પ્રભુત્વ રહે અને અને નગરપાલિકા પણ પોતાના પક્ષની બને તે માટેની તૈયારીઓ હાલ માં કોંગ્રેસ અને ભાજપના અને આમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નગર પાલિકાની ચૂંટણીમાં ત્રણ પાક્યો જંગ સર્જાય તેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ જવા પામી છે ત્યારે ફેબ્રુઆરી માસ મા યોજાનારી વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ૫૨ ઉમેદવારોને ટિકિટ આપી અને ૧૩ વોર્ડમાં ચૂંટણી લડશે તેવી તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે.
જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિપાંખિયો જંગ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની ચૂંટણીમાં થશે તેવું સ્પષ્ટ હાલમાં વર્તાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકા કયા પક્ષના હાથમાં જ હશે અને મતદારોનો શું મૂડ હશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.
આપના આગમનથી કોઇ ફેર નહીં પડે: નીતિનભાઇ ભારદ્વાજ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે તે નક્કી છે. અને આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપને કોઈ જ ફેર નહીં પડે. વર્ષોથી ગુજરાતની જનતા ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોને ચૂંટે છે ત્યારે આપનું આગમન ભાજપને નુકશાન કરી શકશે નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના તમામ કાર્યકર્તા સક્રીય છે તે પછી જુના હોય કે નવા તમામ ચૂંટણીની ત્યારીમાં લાગી ગયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે નક્કી જ છે.
કોંગ્રેસથી નારાજ કાર્યકરો ‘આપ’માં જોડાઇ ચૂંટણી લડે તેવી અટકળો વહેતી થઇ
સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્વારા પણ નગરપાલિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી ના ઉમેદવારો બંને પક્ષના ઉમેદવારોને સ્પષ્ટ નુકસાની સર્જશે કેવી પરિસ્થિતિ સર્જાશે તેવું રાજકિય આગેવાનો અને વિશ્લેષકોનું માનવું છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ પક્ષને આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડશે તો મોટું નુકસાન થશે તેવી ભીતિ પણ હાલમાં સર્જાઇ રહી છે. ત્યારે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં
આવી છે ત્યારે એક ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં એવી પણ રહેતી થવા પામી છે કે
કોંગ્રેસની નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને આમ આદમી પાર્ટી’માં થી ચૂંટણી લડશે તેવી અટકળો પણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતામાં વહેતી થવા પામી છે ત્યારે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં આગામી દિવસોમાં સ્પષ્ટ ત્રણેય પક્ષના ઉમેદવારો ના ચહેરા થઈ જશે ત્યારબાદ જ સાચું ચિત્ર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નું થશે.