આશિત વોરાને હટાવાની માંગણી સાથે સાત દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા હતા
પ્રદેશના નેતાઓની સૂચનાથી ઉપવાસ આંદોલન સમેટી લીધું જો આગામી
48 કલાકમાં આશિત વોરાને પદ ઉપરથી નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી સામે સતત સાત દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા આપના કાર્યકર્તાઓ અને નેતાઓ ને આજે પારણા કરાવવામાં આવ્યા છે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પારણા કરાવવામાં આવ્યા છે તેવા સંજોગોમાં પેપર લીક કૌભાંડના મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત સાત દિવસથી દિવસ-રાત જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને ઉતરી જવા પામ્યા હતા જેમાંથી કાલે અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ ની તબિયત પણ લથડી જવા પામી હતી ત્યારે આ મામલે પ્રદેશના નેતાઓને આદેશ અનુસાર આજે વહેલી સવારે આપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપવાસ આંદોલન સમેટી લીધું છે અને પારણાં કરી નાખવામાં આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ બજરંગ અને કાર્યકર્તાઓ સાથી કાર્યકરો જે ઉપવાસ આંદોલન પર બેઠા હતા તેમને વહેલી સવારે પારણાં કરી લીધા છે અને ઉપવાસ આંદોલન ઉપર થી ઊભા થઈ ગયા છે.
કેવા સંજોગોમાં 48 કલાકમાં સરકાર દ્વારા આશિત વોરા ને પદ પરથી હટાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે નહીંતર 48 કલાક બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ મામલે પ્રદેશના નેતાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માં રંજનબેન પટેલ કમલેશભાઈ કોટેચા સતિષભાઈ ગમારા કલ્પેશભાઈ સહિતના નેતાઓએ ઉપવાસ આંદોલન સમેટી લીધું છે.
મહંત સંતોની ઉપસ્થિતિમાં પારણા કરવામાં આવ્યા છે અને આગામી 48 કલાકમાં જ આ મામલે સરકાર વિચારણા ને કરે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રદેશ ની સૂચના અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન નોંધાવશે અને જ્વલંદ આંદોલન છેડસે. તેવું જણાવવા માં આવ્યો છે.