- ગુજરાતમાં ચૂંટણીના પડઘમ
- AAPએ જાહેર કર્યા ઉમેદવાર
- વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને મળી તક
Gujarat Assembly Election : ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.
VISAVADAR By Poll News: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કમર કરી છે. આજે આ બેઠક માટે ગુજરાત આપના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણીએ આ બેઠક પરથી રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. હવે આગામી સમયમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/TO9sxGW8Ev
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
સત્તાવાર જાહેરાત કરાઈ
આમ આદમી પાર્ટી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.’
આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે.
આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મતવિસ્તાર નંબર 87 એટલે કે વિસાવદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ચૂંટણી પંચે હજી ચૂંટણી માટે તારીખ જાહેર નથી કરી.
એક જ વર્ષમાં આપ્યું રાજીનામું
નોંધનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ રિબડિયા અને AAP ના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જોકે, એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. હવે ગમે ત્યારે આ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન થઈ શકે છે. જે માટે AAP એ કમર કસવાનું શરૂ કરી દીધું છે.
ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા –
વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટી માંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.
ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ વિસાવદર વિધાનસભા બેઠકને લઈને ન થાય તો ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા પ્રબળ બની રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપને કારણે ઘણી બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન થયું હતું, જે પૈકીની એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે.