આંબરડીમાં 400 થી વધુ આગેવાનો આપમાં જોડાયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આપ ના નેતા ઈશુદાનભાઈ ગઢવી મહેશભાઈ સવાણી પ્રવીણ રામ નિમિષા બેનખૂટ સહિતના નેતાઓ દ્વારા અમરેલી ની વિધાનસભાની સીટો કબ્જે કરવા મેદાનમાં આવ્યાં છે.
સાવરકુંડલા માં પટેલ વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેટલાંક લોકો આપ માં જોડાયા સુરત ના ઉદ્યોગપતિ અને સાવરકુંડલાના વતની મુકેશભાઈએ તેમની ટીમ સાથે આપ નો ખેસ ધારણ કર્યો તો બીજા કેટલાંક લોકો આપમાં જોડાયા સાવરકુંડલા તાલુકા મા ભાજપનાં ગઠ ગણાતા વિસ્તારોમા જાહેર સભાઓ યોજી કાર્યક્રમો યોજ્યાં.
સાવરકુંડલાના આંબરડી ગામે યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂત આગેવાન મહેશ ચોવડીયા સહીત 400 જેટલાં ગ્રામ જનનો એ આપનો ખેસ ધારણ કર્યો હતો તો જૂના સાવર ગામે યોજાયેલ કાર્યક્રમમાં પણ કેટલાક ખેડુતો આપમાં જોડાયા હતા અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ ના ગઠોમા ગાબડાં પડ્યાં હતાં અમરેલી જિલ્લામાંથી હજારો ની સંખ્યામાં લોકો આપમાં જોડાયા કેજરીવાલ ના વિચારો અમરેલીમાં ફેલાયા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી વધું મજબૂત બને તો ગુજરાતમાંથી કોંગ્રેસ નો સફાયો થઈ શકે છે