વિવિધ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે 2100 લોકોને નિમણુંક કરાઈ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લગભગ 2100 લોકોની નિમણૂક કરી છે અને તેમને પાર્ટી સંગઠનમાં અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે 1,111 નવા ’સોશિયલ મીડિયા વોરિયર્સ’ને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા યોદ્ધાઓ ગુજરાતમાં ’આપ’ ની વિચારધારા ફેલાવશે અને તેનું નેતૃત્વ એક પ્રભારી, સહ-પ્રભારી અને સંયોજક કરશે.
પાર્ટીના વિચરતી જાતિઓ અને બિન-સૂચિત જનજાતિઓ અને રાજ્ય સહકારી પાંખના પ્રમુખો તેમજ પ્રોગ્રામ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે, તેમણે કહ્યું છે અમે વિવિધ જવાબદારીઓ માટે વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 2100 સહયોગીઓની પણ નિમણૂક કરી છે.
મનોજ સોરઠીયાએ કહ્યું છે કે, ’આપ’ના આગામી દિવસોમાં યોજાનાર તમામ કાર્યક્રમો માટે અમારા પાર્ટનર ભાવેશ પટેલને પ્રોગ્રામ ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. ગયા મહિને પાર્ટીમાં સામેલ થયેલા કોમેડિયન ધારશી બેરાડિયાને આપના સંગઠનના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ વડોદરા શહેરના યુવા પ્રમુખ હશે. સોશિયલ મીડિયા યોદ્ધાઓની નિમણૂક અંગે સોરઠીયાએ જણાવ્યું હતું કે સફીન હસન રાજ્યના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ, દિવ્યેશ હિરપરા રાજ્ય સંયોજક અને અનિલ પટેલ સહ ઇન્ચાર્જ રહેશે.