આપના આગેવાનો દ્વારા એરપોર્ટ પર કરાયું સ્વાગત: સાંજે કબા ગાંધીના ડેલાની મૂલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનતાને ત્રીજો વિકલ્પ આપવા અને ગુજરાતમાં પગદંડો જમાવવા આમ આદમી પાર્ટી દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છાશવારે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અને રાજ્યની જનતાને ગેરેન્ટી રૂપે વચન આપી રહ્યા છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા હાલ છ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને પરિવર્તન યાત્રા યોજી રહ્યા છે. દરમિયાન રાજ્યસભાના યુવા સાંસદ અને ગુજરાતના આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મૂલાકાતે છે. તેઓએ સંગઠનના હોદ્ેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. દરમિયાન બપોરે પત્રકાર પરિષદને સંબોધશે અને સાંજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યાં બાળપણ વિતાવ્યું હતું. તેવા રાજકોટના કબા ગાંધીના ડેલાની મૂલાકાત લઇ પૂ.બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરશે.

આજે સવારે “આપ” ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાનું રાજકોટમાં આગમન થતા તેઓનું આપના ગુજરાતના સંગઠનના હોદ્ેદારો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાઘવ ચઢ્ઢાએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્ેદારો સાથે બેઠક યોજી હતી. તેઓ બપોરે એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં કોઇ મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે. દરમિયાન સાંજે કબા ગાંધીના ડેલાની પણ મૂલાકાત લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.