ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી શરુ થઈ ગઈ છે. આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની સતા કોના હાથમાં છે. સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. તે સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરવામાં આવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૨ નહિ પરંતુ ૩ પક્ષ એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ જીતવા માટે એડી ચોટીનુ જોર લાગવ્યુ છે. આપના નેતા ઇસુદન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. ત્યારે મતગણતરીની શરુઆતથી જ આપના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી આગળ હતા .

ખંભાળિયાની બેઠક પર હાલ કાંટે કી ટક્કર થઇ છે. આપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર થયેલા ઇસુદાનભાઇ ગઢવી ખંભાળિયા બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે 4000 મતથી આગળ હતા. ત્યારે હવે ખંભાળિયામાં મોટા ઉલટફેરની શક્યતા છે. ઈસુદાન ગઢવી ૭૦૦૦ મતથી પાછળ ધકેલાયા છે.

આપનો મુખ્યમંત્રીનો ચહેરો ભૂસાણો, ઇસુદાન ગઢવીની હાર તરફ ધકેલાયા છે. 13મા રાઉન્ડના અંતે ભાજપના મુળુ બેરા 11665 મતથી આગળ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.