હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. વિધાનસભાની 182 બેઠકો માટે અલગ અલગ બે તબકકામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે જયારે 5 ડિસેમ્બરના રોજ ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની 93 બેઠકો માટે મતદાન યોજાશે. બીજા તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવતી કાલે છેલ્લો દિવસ છે. સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું ત્યારે આજ રોજ AAPના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ પાછું ખેંચવા પહોંચ્યા હતા.
કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ વખતે પ્રથમ વાર તેઓ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા હતા. ત્યારે આજ રોજ ફોર્મ ખેચવા પહોંચ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના આપના ઉમેદવાર કંચન જરીવાલા જયારે ફોર્મ ખેચવા પહોંચ્યા હતા ત્યારે ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું. તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે મને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી હું રાજીખુશીથી ફોર્મ પરત ખેચું છુ.
ઈસુદાન દ્વારા ટ્વીટ કરાયું હતું