- વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગણીને લઈને ભારે અંધાધુંધી
વક્ફ સુધારા કાયદા પર ચર્ચાની માંગણીને લઈને ભાજપ ધારાસભ્યો અને આપ ધારાસભ્ય મેહરાજ મલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. આ મુદ્દા પર ગૃહમાં સતત ત્રીજા દિવસે હોબાળો થયો.
ગૃહમાં હોબાળા બાદ ભાજપ ધારાસભ્ય વિક્રમ રંધાવાએ આપ ધારાસભ્ય મેહરાજ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું, “તેમણે હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, અમે આ સહન કરીશું નહીં.
આ દરમિયાન આપ ધારાસભ્ય મેહરાજ મલિકે સત્ર દરમિયાન પીડીપી ધારાસભ્ય વહીદ પારા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તમે દેશદ્રોહી છો… તમે માફિયાઓને લાવ્યા છે કહી મલિકે આક્ષેપ કર્યા હતા. બાદમાં પત્રકારો સાથે વાત કરતા મલિકે ઉમેર્યું હતું કે, તેઓ મને કહે છે કે મારામાં કોઈ માન કે શિષ્ટાચાર નથી. શું તેઓ મને શીખવશે?
વિધાનસભાના સ્પીકર અબ્દુલ રહીમ લાથેરે શાસક નેશનલ કોન્ફરન્સ અને તેના ગઠબંધન ભાગીદારો દ્વારા રજૂ કરાયેલ વક્ફ કાયદા પર સ્થગિત કરવાની દરખાસ્ત ફરી એકવાર નામંજૂર કર્યા પછી હોબાળો મચી ગયો હતો.
દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પક્ષના નેતા સુનિલ શર્માએ કેન્દ્ર પર દબાણકારી મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો હતો. અમે દૈનિક વેતનને નિયમિત કરવા અને યુવા બેરોજગારીને દૂર કરવા પર ચર્ચાની માંગ કરવા માટે સ્થગિત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. પરંતુ સરકાર આ મહત્વપૂર્ણ મુદ્દાઓને ટાળી રહી છે,” તેમણે કહ્યું હતું. સતત ત્રીજા દિવસે, વિધાનસભામાં અંધાધૂંધી જોવા મળી હતી. તેમણે વક્ફ સુધારા બિલ જે હવે લાગુ કરવામાં આવ્યું છે.
બુધવારે સત્ર શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સના સભ્યો ચર્ચાની માંગણી સાથે ગૃહના વેલમાં ધસી ગયા હતા. તેમની સાથે વિપક્ષના નેતા સુનિલ શર્માના નેતૃત્વમાં વિપક્ષના ભાજપના ધારાસભ્યો પણ જોડાયા હતા. જેઓ બંને બાજુથી સૂત્રોચ્ચાર વચ્ચે વેલમાં પ્રવેશ્યા હતા. કેટલાક ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કર્યું.
ગયા અઠવાડિયે સંસદમાં વક્ફ (સુધારા) બિલ, જે હવે કાયદો છે. પસાર થયા પછી સતત અંધાધૂંધી ચાલુ રહી હતી. રાજ્યસભાએ 13 કલાકના સત્ર પછી લોકસભામાં અગાઉ મંજૂરી મળ્યા બાદ 17 કલાકની મેરેથોન ચર્ચા પછી બિલને મંજૂરી આપી હતી.