ચમક દમક વાળી ફિલ્મનગરીમાં ભામાશાઓની કમી નથી
આમીર ખાન, ઈમરાન હાશમી, સલમાન ખાન, અક્ષય કુમાર, વિવેક ઓબેરોય, નાના પાટેકર, રીતેશ દેશમુખ… આ યાદી લાંબી છે. અથવા કહો કે બોલીવુડમાં દાન કોણ નથી કરતું ?આમીર ખાને બિહારના પૂરપીડિતો માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ‚પિયા ૨૫ લાખ આપ્યા. ઈમરાન હાશમીએ કેન્સર પીડિતોની સારવાર માટે ‚પિયા ૧.૨૦ કરોડ જેવી માતબર રકમ આપી ઈમરાનના પુત્રને કેન્સર હતું પરંતુ સદ્નસીબે તે સાજો થઈ ગયો છે. સલમાન ખાન તેની સંસ્થા બીઈંગ હયુમન થકી જ‚રતોની સેવા કરે છે. આ સિવાય તે ઘણા બધા ઊભરતા અથવા બેકાર કલાકારોનો તારણહાર છે એટલે જ તો બધા તેને લાડથી “ભાઈજાન કહે છે.અક્ષયકુમારે નાના પાટેકર સાથે મળીને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને આર્થિક મદદ કરી છે. ભારતીય સેનાના શહીદોના પરિવાર માટે તે છૂટા હાથે દાન કરે છે. વિવેક ઓબેરોયે અગાઉ થાઈલેન્ડના ફૂકેટ ટાપુ ઉપર સુનામી આવી ત્યારે ત્યાં જાતે જઈને સેવા કરી હતી. હમણાં તેને શહીદોના પરિવારો માટે ફલેટ બંધાવી આપ્યા છે.નાના પાટેકર તો બિલ્કુલ મૂક ભાવે ખેડૂતોને મદદ કરે છે. તેઓ પબ્લિસિટીથી દૂર રહે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે અમે (ફિલ્મી સીતારાઓ) હીરો નથી પરંતુ સરહદ પર લડતા જવાનો સાચા હીરો છે.આમીર ખાન તો મહારાષ્ટ્રના ખેડૂતો માટે એક ‘વોટર’ નામનો પ્રોજેકટ પણ ચલાવે છે. જેની ચેરપર્સન તેની પ્રથમ પત્ની રીના દત્તા ખાન છે. આમીર-રીના બંને અલગ રહે છે. આમ છતાં આમીરના સદ્કાર્યોમાં રીના હંમેશા પડખે ઊભી રહે છે.ટૂંકમાં ફિલ્મી સીતારાઓ કમાય છે તો સામે સમાજ માટે વાપરી પણ જાણે છે. ઘણા એવા ફિલ્મ સ્ટાર્સ છે જે ગુપ્ત દાન કરે છે.તેઓ કોઈને કહ્યાં વિના એકસ્ટ્રા કલાકારોના બીમાર પરિવારજનોની સારવાર, લગ્ન તેમજ અભ્યાસ માટે છુટ્ટા હાથે નાણાં આપે છે. ચેરિટીને તેઓ પ્રથમ ધર્મ માને છે.