પાર્ટીએ ૩૬ જેટલા સંગઠન સભ્યોને નિયુકત કર્યા: આપ ના હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી બીજા તબકકા કાર્યક્રમો જાહેર કર્યા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી આગામી બે મહીના ડોર ટુ ડોર કાર્યક્રમ કરવાનું આયોજન છે.જેમાં લોકોને વર્તમાન સરકારની કામગીરી નિષ્ઠળતા અંગે લોકોને માહિતગાર કરાશે રાજકોટ ઝોનની ૩ લોકસભા અને ૨૧ વિધાનસભા વિસ્તારમાં આપ ડોર ટુ ડોર કાર્યક્રમ યોજી દિલ્હીનું મોર્ડલ ગુજરાતમાં અમલી કરવા અંગે લોકો સમક્ષ જશે તેમ રાજકોટ ઝોનના સંયોજક અજીત લોખિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
રાજયની તમામ ૧૮૨ બેઠકો ઉપર ચાલુ થશે. પાર્ટીએ ૩૬ જેટલા સંગઠન સચિવોને આખા કાર્યક્રમોનું મોનીટરીંગ કરવા નિયુકત કર્યા છે. સંગઠન સચિવો દરેક વિધાનસભા બેઠકોનું મૂલ્યાંકન કરશે. પાર્ટી દ્વારા ૧૩ જેટલા સવાલોનું સર્વે ફોર્મ બનાવવામાં આવ્યું છે ,. જેમાં દિલ્હી સરકારે કરેલ અભૂતપૂર્વ કાર્યોને વર્ણવ્યા છે. અને શું પ્રજા ઇચ્છે છે કે આજ દિલ્હી મોડલના કાર્યો ગુજરાતમાં લાગુ થાય તે પૂછવામાં આવ્યું છે. જેથી પ્રજાના અભિપ્રાયો મેળવી શકાય. સરકાર દ્વારા સાણંદ તથા અન્ય સ્થળોએ ખેડુતો સાથે કરવામાં આવેલ અત્યાચારો તથા અત્યાયોનું ફોલ્ડર આપવામાં આવશે જેમાં ખેડુતોની સાથ જેટલી સમસ્યાઓને લઇને પાર્ટી દ્વારા ૧મે થી શરુ થઇ રહેલા આંદોલનની વિગતો આપવામાં આવી છે. રાજકોટ ઝોનમાં ડોર ટુ ડોર કાર્યક્રમ રાજકોટ લોકસભા જામનગર લોકસભા અને કચ્છ લોકસભાની ૨૧ વિધાનસભા બેઠકો ઉપર પ થશે. જેમાં વિધાસનભાના અઘ્યક્ષો સંગઠન સચિવો તથા વિધાનસભા ઓબ્સર્વેર સહીત તમામ સ્થાનીક કાર્યકર્તાઓ જોડાશે. આમ આદમી પાર્ટી રાજકોટ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ અજીત લોખીલ, સહ ઇન્ચાર્જ અંકુર ધામેલીયા, કેતન પરમાર, જીતેન્દ્ર ઠકકર તથા ઝોનલ સંગઠન સચિવ જતીન ભટ્ટ મીડીયા કોડીનેટર રાજુ જુજા મહીલા પ્રમુખ સોનલબેન ડાંગરીયા સહીત પાર્ટીના દરેક અગ્રણીઓ રાજયના અલગ અલગ ભાગોમાં ડોર ટુ ડોર કાર્યક્રમમાં જોડાવાના છે.