પ્રદેશ પ્રમુખ પ્રો.કિશોરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગોપાલભાઈ ઈટાલીયાએ કર્યું ઉદ્ઘાટન
આમ આદમી પાર્ટી રાજકોટમાં વોર્ડ વાઈઝ જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી લોક સમસ્યાઓના નિવારણ માટે મદદરૂપ થવાની ભાવનાથી વોર્ડ સહકાર્યાલય ખોલવાના ભાગરૂપે વોર્ડ નં.૨નું જનસંપર્ક કાર્યાલય પ્રદેશ ઉપાધ્યક્ષ અને યુથ આઈકોન ગોપાલભાઈ ઈટાલિયાના હસ્તે પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકયું.
કાર્યાલય ઉદઘાટન પ્રસંગે વોર્ડ નં.૨ના અલગ અલગ વિસ્તારના આગેવાનો જેમાં ભાજપના પાયાના કાર્યકર અને એરપોર્ટ રોડની સોસાયટીઓમાં લોકપ્રિયતા ધરાવતા યુવા આગેવાન રાજભા ઝાલાએ ભાજપની સરમુખત્યારશાહીની સામે આપની કામની રાજનીતિને સ્વીકારીને તેમના ટેકેદારો સાથે ગોપાલભાઈ ઈટાલિયાના હસ્તે ખેશ પહેરી વિધિવત આપમાં જોડાયા. સાથે વેપારી અગ્રણી અને ભાજપના કાર્યકર શશીભાઈ મજેઠીયા, ઉધોગપતિ વિજયભાઈ વાઢેર, અલુભાઈ મખાણી, બુરહાનુદીન ભારમલ, ચેતનભાઈ કલોલ, મોન્ટુભાઈ જુણેજા, યુવા અગ્રણી રઘુભાઈ ચાવડા, પરવેઝભાઈ ભટ્ટી, જીગર પાલા, અબ્દુલભાઈ માંકડા, પ્રદિપ દાસાણી, ઈરોજ પઠાણ, રોહિત વાઢેર, કાનાભાઈ સાવલિયા, કટેશિયા હરેશ, સોલંકી રમેશ તેમજ જગદિશભાઈ ચાવડા વગેરે યુવા અગ્રણીઓ તેમના ટેકેદાર સાથે જોડાયને આમ આદમીને કોર્પોરેશનમાં વિજય અપાવવા માટે કાર્યરત થવાનો ઉત્સાહ દાખવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ, શહેર ઉપાધ્યક્ષ શિવલાલભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ એહમદ સાંધ, હર્ષવર્ધન કહોર, કશ્યપ દવે, જયદિપસિંહ જાડેજા, આયુવાન ચુડાસમા તેમજ ભરતસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ રાઠોડ, હિતેશભાઈ ટાંક તેમજ વિસ્તારના નિલકંઠ મંદિરના પુજારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.