અબતકની મુલાકાતમાં આપના આગેવાનોએ કાર્યક્રમ અને આગામી રણનીતિ અંગે કરી ચર્ચા
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંગઠનમાં નિમણૂક આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે તારીખ 19 માર્ચ ના રોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવી કાર્ય કારી પ્રમુખ સૌરાષ્ટ્ર જગમાલભાઇ વાળા દ્વારા રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે દિનેશભાઈ જોશી અને જિલ્લા પ્રમુખ તરીકે તેજસભાઈ ગાજીપરાની નિમણૂક કરવામાં આવી હતી.
અબ તકની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ કે કે પરમાર, રાકેશભાઈ સોરઠીયા, સંજય સિંહ વાઘેલા, વાલજીભાઈ રાઠોડ એ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે હેમુ ગઢવી હોલમાં પદગ્રહણ સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા એ ટેલીફોનિક માર્ગદર્શન આપ્યું હતું અને શહેરના નવા માળખાને શુભેચ્છા પાઠવી હતી કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્રના જગમાલભાઈ વાળા દ્વારા તમામ કાર્યકરોને તો મને જુસ્સા સાથે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો રાજકોટના મજબૂત સંગઠનના વખાણ કર્યા હતા આપના કાર્યકર અધ્યક્ષ રાજુભાઈ સોલંકી એ તમામને કાર્યકર બનવા હાકલ કરી હતી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ કાર્યકરોએ દરેક વોર્ડમાં સંગઠનની કામગીરી મજબૂત કરવાની સાથે સાથે પર જાય મુકેલા વિશ્વાસ ને માન આપી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની ફરજ બજાવવા પૂર્વ સંગઠન મંત્રી રાહુલભાઈ ભુવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા પર મુક્ત તેજસભાઈ ગાજીપુરાએ કાર્યક્રમનો અભિવાદન કર્યું હતું રાજકોટ શહેર પણ મોકલીશ ભાઈ જોશી દ્વારા કાર્યકરોને સહકાર આપીને અંબે કૃપા મિલાવી પાર્ટીને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો સંજયભાઈ ગઢીયા અતુલભાઈ પાવ તી પછી તેમાં યોજાયેલા આ કાર્યક્રમ અને સફળ બનાવવા દિનેશભાઈ જોશી કે કે પરમાર ,રાકેશભાઈ સોરઠીયા મંગાભાઈ ગઢવી સંજય સિંહ વાઘેલા શિવલાલભાઈ પટેલ અશોકભાઈ દુધાત્રા રમેશભાઈ ગોજારીયા સુરેશભાઈ બગડા પિયુષભાઈ ભંડેરી દિગ્વિજયસિંહ વાઘેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા