લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં સંગઠન માળખાને મજબૂત કરતું આપ
લોકસભાની ચૂંંટણીના આડે હવે સવા વર્ષનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટે અલગ અલગ 1પ વીંગના પ્રદેશ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ ઇસુદાનભાઇ ગઢવી, ગુજરાતના પ્રભારી અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડો. સંદિપ પાઠક તથા પ્રદેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા દ્વારા સંગઠન માળખાને મજબૂત કરયા નવા હોદેદારોના નામ જાહેર કરાયા છે. જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે બ્રિજરાજ સોલંકી, શ્રમિક વીંગના પ્રમુખ તરીકે જગદીશ વ્યાસ, કિશાન વીંગના પ્રદેશ પ્રમુખ તરીકે રાજુભાઇ કરપડા, ટ્રેડ વીંગના પ્રમુખ તરીકે શિવલાલ બારસિયા, એન.ટી. ડી.એન.ટીના પ્રમુખ તરીકે દક્ષિણકુમાર બજરંગી, કોપરેટિવ વિંગના પ્રમુખ તરીકે અરવિંદ ગામીત, શિક્ષણ વિંગના પ્રમુખ તરીકે જીતેન્દ્ર ઉપાઘ્યાય, ડોકટર વીંગના પ્રમુખ તરીકે ડો. કિશોર રૂપારેલીયા, લીગલ વિંગના પ્રમુખ તરીકે પ્રણવ ઠકકર: મહિલા વિંગના પ્રમુખ તરીકે રેશ્માબેન પટેલ, સી.વાય. એસ.એસ. વિંગના પ્રમુખ તરીકે દર્શીતા કોરાટ, માલધારી વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે કિરણભાઇ દેસાઇ, લધુમતિ વીંગના પ્રમુખ તરીકે અમજદભાઇ પઠાણ, ઓબીસી પ્રદેશ પ્રમુખ તરીકે ભરતભાઇ કોટીલ, એસસી વીંગના પ્રમુખ તરીકે જગદીશ ચાવડા, એસ.ટી. વીગના પ્રમુખ તરીકે ડો. દિનેશ મુનિયા, સ્ટોપર્સ વીંગના પ્રમુખ તરીકે આરિફ અન્સારી તથા કલા અને સંસ્કૃતિ વીંગના પ્રમુખ તરીકે ધારસી બેરડીયાની વરણી કરાય છે.