આમ આદમી પાર્ટીના નેતા જેલમાં ઠાઠ ભોગવી રહ્યા છે તેવો વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો જેમાં નેતાને જેલમાં સુતા સુતા મસાજની સુવિધા પણ મળી રહી હોવાનું આ વીડિયોમાં દેખાઈ રહ્યું હોય, આપ વિરુદ્ધ આ મુદ્દાએ જોર પકડ્યું હતું ત્યારે વધુ એક જેલનો વાયરલ વીડીયો સામે આવ્યો છે જેમાં તેમને મસાજ બાદ હોટલનું જમવાનું પણ મળી રહ્યું છે તેવું cctv ફૂટેજમાં જોવા મળે છે.
ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આપ વિરુદ્ધ બીજા પક્ષોને મુદ્દો મળી ગયો છે તિહાડ જેલના વધુ એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને મુદ્દે તપાસ એજન્સી ઈડીએ ફરિયાદ કરી હતી કે તેમને જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. હેડ, ફૂટ અને બેક મસાજ જેવી સુવિધાઓની સાથે અન્ય સગવડો આપવામાં આવી રહી છે ત્યારે વધુ એક સીસીટીવીમાં જોવા મળે છે કે મસાજ બાદ હોટલનું જમવાનું પણ મળી રહ્યું છે.
#WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail.
Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM
— ANI (@ANI) November 23, 2022
વીડિયો અનુસાર આ ફૂટેજ 13 સપ્ટેમ્બર બપોરે 1:11 વાગ્યાના છે. ફૂટેજમાં સેલ નંબર 1 એ બ્લોક જોવા મળી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર જૈન આ બ્લોકમાં છે. આ ફૂટેજમાં જૈન પલંગ પર આરામ કરી રહ્યા છે. તેમના હાથમાં અમુક પેપર પણ છે જેને તે સતત જોઈ રહ્યા છે. બીજી તરફ મસાજ કરી રહેલો શખ્સ સતત તેમના પગ દબાવી રહ્યો છે અને ત્યારબાદ તેમને હોટલનું જલવાનું પણ મળી રહ્યું છે.