આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે, જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે, નવ દિવસની આ આરાધનાને “આયંબિલની ઓળી કહેવાય છે, ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે

આયંબિલ અનાદિકાળથી પડેલાં આહારના સંસ્કાર પર વિજય મેળવવાની પ્રોસેસ છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર માટેના પુરુષાર્થમાં અને આહાર ગ્રહણ કરવામાં જ જાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી કે છે તે એક ને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે.

આયંબિલ એ મન અને સ્વાદને જીતવાની આરાધના છે. સાધનામાં સહાયક રીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. સ્વાદ અને મનના કારણે જે અવશ્ય ભોગવવા પડે એવા નિકાચિત કર્મો બંધાય છે. જેને આ ભવે જીભના સ્વાદમાં મજા નહીં, એને આવતા ભવમાં સજા નહીં. એટલે જીભના સ્વાદને મન સુધી પહોેંચવા ન દે તે આયંબિલની આરાધના છે.

આયંબિલની ઓળી કયારે આવે?

આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં… જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે… ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં… જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે… આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ.

શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?

કેમકે તીર્થર્ંકર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત, પિત્ત અને કફનો પ્રકોપ રીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.

આયંબિલ કોણ કરી કે?

આયંબિલ નાના, મોટા, જૈન-અજૈન બધા જ કરી શકે. આયંબિલ આ ચૈત્ર અને આસો મહિના સિવાય પણ આખા વર્ષમાં ગમે ત્યારે કરી કાય. આયંબિલનો વર્ષીતપ અને સળંગ પણ કરી શકાય.

આયંબિલ કેવી રીતે કરાય?

આયંબિલમાં એક જ વાર, એક જ જગ્યાએ બેસીને ભોજન લેવાનું હોય.

એમાં વિગય રહિતનું એટલે તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ અને સાકર વિનાનું, રસ અને સ્વાદ વિનાનું ભોજન લેવાનું હોય.

જેમ સર્પ એના બીલમાં સડસડાટ ચાલ્યો જાય એમ ખોરાક સ્વાદ માટે વાગોળ્યા વિના આપણા પેટમાં સડસડાટ ચાલ્યો જવો જોઈએ.

આયંબિલમાં શું ખવાય?

ઘઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.

બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.

મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ કાય છે.

કઘી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.

દૈવીક્તિથી પણ શક્તિશાળી?

દેવો સર્જિત શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પર જ્યારે દ્વેપાલન ઋષિ કોપાયમાન થયાં અને એને બાળી નાખવા તૈયાર થયાં ત્યારે નેમનાથ પરમાત્માએ કહ્યું… જ્યાં સુધી નગરીમાં એક પણ વ્યક્તિ આયંબિલ કરતી હે ત્યાં સુધી દ્વારકાને કાંઈ જ નહીં થાય. શ્રીકૃષ્ણની વ્યવસ્થા પ્રમાણે વારાફરતી દરરોજ એક ઘરમાં આયંબિલ થતી. વર્ષો પસાર થઈ ગયાં. દ્વેપાલનઋષિ દ્વારકાને કાંઈ જ ન કરી ક્યા! એક આયંબિલમાં આખી નગરીને બચાવવાની તાકાત હોય છે. કેમકે તપના આરાધકના વાઈબ્રેન્સ્ એવા પાવરફુલ અને પ્રભાવાળી હોય કે એના ઉપર કોઈ આક્રમણ ન કરી કે, સૂક્ષ્મક્તિ સામે સ્થૂળ-ક્તિ કાંઈ જ ન કરી કે. દૈવી ક્તિ કરતાં પણ આરાધકની ક્તિ વધારે સમર્થ હોય. જૈનોની સાધનામાં અતુલ્યક્તિ હોય છે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આયંબિલ્ તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેલ – ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે. આયંબિલ ની ઓળી નુ પવે વષેમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે.આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત,પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી જ તમામ દદેનું ઔષધ તપને ગણવામાં આવે છે. ધમેની દ્રષ્ટિએ તપ એ નિજેરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે.

ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ક્રોડો ભવોના બાંધેલા કર્મો ની તપ કરવાથી નિજેરા થાય છે.

આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે દેન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.ગ્રંથોમાં આ તપનું મહીમા વણેવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે,જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપ કરવાથી શ્રીપાલની  કાયા કંચનવર્ણી બની જાય છે,તેમાં શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી કે છે.તામલી તાપસ અને સુંદરીએ પણ દીઘે કાલીન સુધી આ તપની આરાધના કરેલી.આયંબિલ તપની તાકાત એટલી જબરદસ્ત છે કે તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના મોહમય ભાવોમાં પરિવર્તન આવી ગયેલ. હિન્દુ ધમેમાં  પણ ચૈત્ર નવરાત્રી અને આસોમાસ ની નવરાત્રી માં અનુષ્ઠાનોની સાથે પાંચ તપશ્ચયો કરે છે જે અંતર્ગત ઉપવાસ, બ્રહ્મશ્ચયે,ભૂમિ યન,પોતાની સેવા પોતે જ કરવી તથા ચામડાની વસ્તુનો ત્યાગ. તપથી લોહી શુદ્ધ થાય છે,લાલ રક્ત કણો વધે છે,ચામડી તેજસ્વી બને છે. સળંગ નવ દિવસ આયંબિલ થઇ કતી હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર ક્ય ન હોય તો છૂટક – છૂટક પણ આયંબિલ કરી કાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.

વર્ધમાન તપની ઓળી

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે.

વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે.

એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે.

ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી કે.

જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

આમ આયંબિલની ઓળીની આરાધનામાં જોડાઈને નવપદની સાધના દ્વારા તપ-જપ, સ્વરૂપ ચિંતન અને ધ્યાનના પ્રભાવથી આપણે સૌ આપણા જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી, શીઘ્ર પરમાત્મપદના પથિક બનીએ એ જ શુભ ભાવના.

આયંબિલથી શું લાભ થાય?

*આયંબિલમાં જો શ્રદ્ધા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે.

*આયંબિલથી આત્મક્તિ ખીલે છે.

*આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે.

*આયંબિલથી મન પર જીત મેળવી કાય છે.

*આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

*આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે.

*આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે.

*આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે.

*આયંબિલ આહાર પ્રત્યેની આસક્તિને તોડાવે છે.

*આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી કાય છે.

*આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે.

*આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે.

*આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગય અ વિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે.

*આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેકસેન મળે છે, અને ઓછું વર્ક કરવું પડે છે.

*મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.

*લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે.

*શરીર સ્વાસ્થ્ય: આયંબિલ કરવાથી લોહી શુદ્ધ થાય છે.

*ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.

*રેઝીસ્ટન્સ પાવર વધે છે.

*શરીરને ડિટોક્સિફાય કરે છે.

*શ્રદ્ધાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ કે છે.

*ઑઈલ અને સુગર વિના પણ રીરને પૂરતું પોષણ મળી રહે છે.

*માનસિક તથ્ય: સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે.

*મનની ચંચળતા શત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રો પણ ઘટે છે.

*મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેર અને હાર્ટએટેકના ચાન્સિસ ઘટી જાય છે શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે.

*આયંબિલમાં નવ દિવસ નવ પદની આરાધનામાં શ્રદ્ધા સાથે ભાવ સાધના કરનારને અનેરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બાહ્ય ક્રિયા સાથે આંતરિક આરાધના અને જ્ઞાન ઉપાસના આત્મક્તિને ખીલવે છે અને સકળ કાર્યને સિદ્ધ કરે છે. દ્રવ્ય સાધના સાથે ભાવ સાધનાનું બેલેન્સ મોક્ષની યાત્રાને સફળ બનાવે છે.

નવ પદ આયંબિલની ઓળી ની આરાધના

નવ પદ એટલે નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં,નમો આયરિયાણં,નમો ઉવજ્ઝાયાણં,નમો લોએ સવ્વ સાહૂણં ,નમો દંસણસ્સ

નમો નાણસ્સ,નમો ચરિતસ્સ,નમો તવસ્સ,નવ પદનું સ્મરણ, માળા, જાપ, સાધના દ્વારા આરાધનાને ઉત્કૃષ્ટ બનાવાય. આત્માને શુદ્ધ વિુદ્ધ બનાવાય.

પ્રથમ પદ

“નમો અરિહંતાણં… ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે… ક્યારે અમે વિતરાગ દાને પ્રગટ કરીએ… રાગ – દ્વેષથી મુક્ત અરિહંતતાને પ્રાપ્ત કરીએ!

દ્વિતીય પદ

“નમો સિધ્ધાણં… અનંતા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અંતરથી ભાવના ભાવવાની કે… હે ભગવાન! મારે પણ તારા જેવું નિષ્પાપ જીવન જોઈએ છે. મોક્ષમાં જીવન નથી માટે કોઈનો જીવ લેવાની વાત નથી. મારે કાયાથી મુક્તિ જોઈએ છે!

તૃતીય પદ

નમો આયરિયાણં… પદની આરાધના સાથે આચાર્યને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે… હે ભગવાન! પ્રવૃત્તિઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્તિઓ બદલાવી સકું એવી કૃપા કરજો!

ચતુર્થ પદ

“નમો ઉવજ્ઝાયાણં… ના સ્મરણ સાથે ઉપાધ્યાયને નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે… અમારા પર એવી કૃપા અને કરુણા કરજો કે અમારી અંદરમાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય અને અમે પણ કેવળજ્ઞાન અને કેવળ ર્દનને પામીએ!

પંચમ પદ

નમો લોએ સવ્વ સાહૂણં… લોકમાં બિરાજમાન સર્વ સાધુઓને અને એમના ગુણોને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે… હે ભગવાન! કોઈ પણ સાધુ-સાધ્વી પ્રત્યે અવિનય, અભક્તિ, અપરાધ કે આતના ન થાય એવી જાગૃતિ આપજો… એવી સાવધાની રાખી કું એવી કૃપા કરજો!

છઠ્ઠું પદ

નમો દંસણસ્સ… ર્દન વિુદ્ધિની ભાવના સાથે ર્દન ગુણને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે… હે પરમાત્મા! જેનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપને જાણી કું એવી સમ્યક્ દૃષ્ટિ મારામાં પણ પ્રગટે…!! આંખથી નહીં પણ આત્માથી ર્દન કરી કું એવી દૃષ્ટિ મને પ્રાપ્ત થાઓ!

 સાતમું પદ

“નમો નાણસ્સ… જ્ઞાન પ્રાગ્ટયના ભાવો સાથે જ્ઞાન ગુણને વંદન નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની કે… હે પરમાત્મા! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ પ્રગટાવી, જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપમ કરવાનું સામર્થ્ય આપજો… મારો પુરુષાર્થ પ્રબળ બને અને મારામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાઓ!

આઠમું પદ

“નમો ચરિતસ્સ… ચારિત્ર મોહનીય કર્મોના ક્ષયની ભાવના સાથે ચારિત્ર ધર્મને વંદન કરી દરરોજ એકવાર તો સ્મરણ કરવું કે… હે પ્રભુ! મારે તારો વે એકવાર પહેરવો છે! મારા અંત સમય પહેલાં મારા અંતરમાં દીક્ષાના ભાવ પ્રગટે… સંયમ લેવાના ભાવ પ્રગટે એવી કૃપા કરજો… એવી કૃપા કરજો!

નવમું પદ

“નમો તવસ્સ… અવગુણ શુદ્ધિ અને આત્મુદ્ધિના ભાવો સાથે તપ નામના ગુણને વંદન-નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે… હે ભગવાન! તપ દ્વારા મારે માત્ર કર્મોને જ નહીં, કર્મોના કારણને જ ખપાવવા છે, જેથી ફરી કર્મબંધ થાય જ નહીં. હે ભગવાન! તપ દ્વારા મારે ત્યાગ નથી કરવો, પણ અનાસક્ત ભાવ કેળવી વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે. હે ભગવાન મને એવી ક્તિ આપ

આ આયંબિલની આરાધનાથી શુંં લાભ થાય?

*આયંબિલમાં જો શ્રદ્ધા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે

*આયંબિલથી આત્મક્તિ ખીલે છે

*આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે

*આયંબિલથી મન પર જીત મેળવી કાય છે

*આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે

*આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે

*આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે

*આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે

*આયંબિલ આહાર પ્રત્યેની આસક્તિને તોડાવે છે

*આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી કાય છે

*આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે

*આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે

*આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગઈ અવિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.