એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનો પ્રોજેકટ ૭ વર્ષે પૂરો યો: કાલે ટેસ્ટીંગ દરમિયાન ન્યારી ઝોનમાં ૪ વોર્ડમાં વિતરણ મોડુ કરાશે
એક ઝોનમાંી બીજા ઝોનમાં સરળતાી પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું ૨૧ માસનું કામ ૭ વર્ષના લાંબા અંતરાલ બાદ પૂર્ણ તા આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. હાલ શહેરના એકપણ ડેમમાં પાણી ની છતાં કાલે એકસપ્રેસ ફિડર લાઈનનું ટેસ્ટીંગ હા ધરવામાં આવશે. જેના કારણે ન્યારી ઝોન હેઠળ આવતા ૪ વોર્ડમાં પાણી વિતરણ ખોરવાઈ તેવી સંભાવના જણાય રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, એકસપ્રેસ ફિડર લાઈનનું પાણી ન્યારી ડેમી આજી ડેમ અને આજી ડેમી ન્યારી ડેમ સુધી લાવવા માટે બન્ને છેડે પમ્પ મુકવામાં આવશે. આવતીકાલે એકસપ્રેસ ફિડર લાઈનનું ટેસ્ટીંગ કરવામાં આવનાર હોય. ન્યારી જોન હેઠળ આવતા વોર્ડ નં.૨ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ) અને ૧૧ (પાર્ટ)માં કાલે નિર્ધારીત સમય કરતા બે કલાક મોડુ પાણી વિતરણ કરવું પડશે. જો કે તંત્ર દ્વારા આજ રાતી જ ટેસ્ટીંગની કામગીરી શ‚ કરી દેવામાં આવશે અને કાલે એક પણ ઝોનમાં પાણીવિતરણ ન ખોરવાય તેવી તકેદારી રાખવામાં આવશે.