ઓખામાં તાલુકા શાળાના આચાર્ય રાજેશકુમાર દવેનો કુણાલ તાજેતરમાં રાજકોટની ખ્યાતનામ ડાયનેમીક ચેસ એકેડેમી આયોજીત ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ચેમ્પીયન શીપમાં અન્ડર-૧૭ કેટેગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કુલ ૧૩૦ જેટલા સ્પર્ધકો વચ્ચેની હરીફાઇમાં મેડલીસ્ટ બન્યો હતો. કુણાલના પિતા રાજેશભાઇ ઓખાની તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય ઘરમાં શિક્ષણ પ્રત્યે તેમજ ઇતર પ્રવૃતિ તરફ સતત મળતા પ્રોત્સાહનને લીધે કુણાલે આ પહેલા પણ ખેલ મહાકુંભ તથા શાળા કક્ષા ના રમોત્સવોમાં હિસ્સેદારો કરી અને મેડલો મેળવી ઓખા મંડળ સાથે બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ કૃણાલ હજુ પણ સ્ટેટ કક્ષાની સ્પર્ધામાં પણ આવી સફળતા ઇચ્છા ધરાવે છે. તેમની આ સિઘ્ધી બદલ ઓખા બ્રહ્મસમાજ ઓખા વેપારી અગ્રણીયો તથા મહીલા ઉઘોગ મંડળના ડો. પુષ્પાબેને અભિનંદન પાઠવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.comOKHA CHESH

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.