Abtak Media Google News

 સૌથી મોટી ટેલેન્ટ હન્ટ એક્ઝામ એન્થે 2023ની જાહેરાત: ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓ માટે આકાશ ઈન્સ્ટિટ્યુટ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ‘એન્થે’ 7-15 ઓક્ટોબર, 2023 દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં યોજાશે

 ગત વર્ષે, 16.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને વિક્રમ સર્જ્યો હતો

 પરીક્ષાની તૈયારી માટે સેવાઓ પૂરી પાડતી રાષ્ટ્રની અગ્રણી સંસ્થા આકાશ બાયજુસે આજે તેની લોકપ્રિય અને વ્યાપકપણે માંગ ધરાવતી (આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) 2023 ની 14મી આવૃત્તિનું અનાવરણ કર્યું હતું. આ અગ્રણી વાર્ષિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓ માટે 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ અને નોંધપાત્ર રોકડ પુરસ્કાર મેળવવાની તક પૂરી પાડે છે. મેડિસિનથી લઈને એન્જીનિયરીંગમાં આશાસ્પદ ભવિષ્યનું સ્વપ્ન પૂરું કરવામાં યુવાનોને સશક્ત બનાવવા માટે અગઝઇંઊ 2023 સફળતા માટેના ઉત્કૃષ્ટ માર્ગ બનવા માટે વચનબદ્ધ છે.

 અગઝઇંઊ શિષ્યવૃત્તિ મેળવનારાઓ આકાશમાં નોંધણી કરાવી શકે છે અને નીટ, જેઇઇ, સ્ટેટ સીઇટી, શાળા / બોર્ડ પરીક્ષાઓ તેમજ એનટીએસઇ અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ સહિતની વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે નિષ્ણાત માર્ગદર્શન અને પરામર્શ મેળવી શકે છે.

 આકાશ બાયજુસના કેટલાક વિદ્યાર્થીઓ નીટ (યુજી) અને જેઇઇ (એડવાન્સ્ડ) જેવી પરીક્ષાઓમાં ટોચના રેન્કર તરીકે ઉભરી રહ્યા છે. આકાશ ખાતે એન્થે સાથે શૈક્ષણિક સફર શરૂ કરનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, જેમાં કૌસ્તવ બાઉરી (એઆઈઆર 3), ધ્રુવ અડવાણી (એઆઈઆર 5) અને સૂર્યા સિદ્ધાર્થ એન (એઆઈઆર 6) નો સમાવેશ થાય છે, તેઓ નીટ (યુજી) 2023 માં ચેમ્પિયન બન્યા હતા. એ જ રીતે, આદિત્ય નીરજે (એઆઈઆર 27) અને આકાશ ગુપ્તા (એઆઈઆર 28), જેમણે એન્થે સાથે તેમની સફર શરૂ કરી હતી, તેમણે જેઇઇ (એડવાન્સ્ડ) 2023 માં પ્રશંસનીય સ્થાન મેળવ્યું હતું.એન્થે 2023ની પરીક્ષા 7 થી 15 ઓક્ટોબર, 2023 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં થશે. 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ ઉપરાંત ટોચના સ્કોરર્સને રોકડ પુરસ્કાર પણ મળશે. તમામ પરીક્ષાના દિવસો દરમિયાન ઓનલાઇન પરીક્ષા સવારે 10:00 થી 09:00 દરમિયાન યોજાશે, જ્યારે ઓફલાઇન પરીક્ષાઓ 8 અને 15 ઓક્ટોબર, 2023 ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે: દેશભરના આકાશ બાયજુસના તમામ 315+ કેન્દ્રો પર સવારે 10:30 થી 11:30 અને સાંજે 04:00 થી 04:00 વાગ્યે –05:00 કલાકે. વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.

 એક કલાકની કસોટીમાં 90 ગુણ હશે

 એન્થે એક કલાકની કસોટી હશે જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓના ગ્રેડ અને પ્રવાહ પ્રમાણે 40 બહુવિધ પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થશે. ધોરણ-7થી 9ના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત અને બૌદ્ધિક ક્ષમતા જેવા વિષયોને આવરી લેવામાં આવશે. મેડિકલ શિક્ષણ માટે ઇચ્છુક 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાને આવરી લેવામાં આવશે, જ્યારે તે જ વર્ગના એન્જિનિયરિંગ પ્રવાહના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિક અને બૌદ્ધિક ક્ષમતાને આવરી લેવામાં આવશે. એ જ રીતે, 11મા ધોરણના વિદ્યાર્થીઓ કે જેઓ નીટનું લક્ષ્ય રાખે છે, તેમના માટે પ્રશ્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રને આવરી લેવામાં આવશે, જ્યારે એન્જિનિયરિંગના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતને આવરી લેશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.