ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાની બલીહારીના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમની સપાટી ઉનાળાના આરંભે ર7 ફુટે પહોંચી જવા પામી છે. ર9 ફુટે છલકાતો આજી છલોછલ ભરાય ગયો છે. જો કે નર્મદાના નીરથી ડેમને ઓવરફલો કરવામાં આવશે નહી હવે માત્ર પ0 એમેસીએફટી પાણી લીધા બાદ આજીમાં ઠાલવાતા નર્મદાના નીર બંધ કરી દેવામાં આવશે.
રાજકોટમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ષ 2017માં સૌની યોજના સાથે આજી ડેમને જોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં આજી સાત વખત ઓવરફલો થઇ જાય તેટલું નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. આ વર્ષ ચોમાસાની સીઝન સુધી રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગત રરમી જાન્યુઆરીથી આજીમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરાવી દીધું હતું. ર9 ફુટે ઓવરફલો થતા આજીની સપાટી હાલ ર7 ફુટે પહોંચી જવા પામી છે.
ડેમમાં 700 એમસીએફટી નર્મદાના નીર ઠાલવી દેવામાં આવ્યા છે. જો કે ઉનાળામાં ડેમને છલકાવવામાં આવશે નહીં હવે માત્ર પ0 એમસીએફટી પાણી ઠાલવ્યા બાદ નર્મદાના નીર બંધ કરી દેવામાં આવશે. હાલ દૈનિક 7 થી 8 એમસીએફટી પાણીની આવક સામે પ એમસીએફટી પાણી દૈનિક વિતરણ માટે ઉપાડી લેવામાં આવે છે. જેના કારણે ડેમની સપાટી યથાવત રહે છે.