પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ થતાની સાથે વ્રતની સરવાણી શરુ થઇ જાય છે ત્યારે આજે શ્રાવણ સુદ સાતમ આજે સ્ત્રી પોતાના સંતાન માટેના લાંબુ આયુષ્ય અને સુશખાંતિ સમૃઘ્ધીની શુભકામના માટે શિતળા માતાનું વ્રત કરે છે.
આગલા દિવસે એટલે છઠ્ઠામ દિવસે બનાવેલી વાનગીઓ અને મિષ્ટાનનું ઠંડુ ભોજન જમાવામાં આવે છે.
આજે ગરમ ભોજન બનાવતા નથી આ દિવસે ચુલો પેટાવતા નથી અને ચુલાનું નાગલા, કંકુ, ફુલ અને કુલરની પ્રસાદ કરી પુજન કરવામાં આવે છે.
રાજકોટના ભાવનગર રોડ આવેલ સ્વયભૂ શિતળા માતાનું મંદિરે આજે ભકતોની ભીડ જામી હિન્દુ ધર્મમાં શિતળા સાતમનું અનેરુ મહત્વ ધરાવે છે. અને આ મંદિરે વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે.