શોમાં પરિવારને પાંચ આંકડાની રકમ શ્રધ્ધાંજલિરૂપે અર્પણ કરાઇ
અબતક, રાજકોટ
મૂળ વઢવાણ ગામના વતની હાલ કાળીપાટ રહેતા ગરીબ સાધુ પરિવારોનો દીકરો રાજમાહી સંગીત ક્ષેત્રમાં ખૂબ સારૂં ટેલેન્ટ ધરાવતો હતો. તેનો પોતાનો કાર્યક્રમ તા.9/1/2022ના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે રાખવામાં આવવાનો હતો પરંતુ તેના ઓચિંતાના અવસાનથી સમગ્ર આર્ટીસ્ટ જગતમાં શોક છવાઇ ફળ્યું હતું. રાજમાહીના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. ચાર વર્ષના બાળક અને પત્નિ નોધારા બન્યા છે. હવે બાળક અને પત્નિની આર્થિક સહાયની મદદે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મુકેશ ફેઇન ક્લબ અને આર્ટીસ્ટ મિત્રો દ્વારા રાજમાહીના નક્કી થયેલા શોના દિવસે તેને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે ‘સંગીત સંધ્યા શો’નું આયોજન કર્યું હતું. આ શોમાં જે રકમ ભેગી થશે તે રાજમાહીના પરિવારને આર્થિક સહાયના ભાગરૂપે અર્પણ કરવામાં આવશે.
તેવા હેતુસર આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા રાજમાહીના પત્નિ પોતાના પગભર રહી અને આજીવિકા મેળવે તે હેતુસર સિલાઇ મશિન આપી મદદ કરી હતી તેમજ તેના બાળકોના શિક્ષણની પણ સહાય પૂરી પાડવાની જવાબદારી ઉપાડી છે. આજ કી શામ રાજમાહી કે નામ સંગીત સંધ્યા શોમાં સ્વ.રાજમાહીના પરિવારોને મોટી આર્થિક સહાય મળી હતી.
પત્નિને આત્મનિર્ભર બનવા સિલાઇ મશીન અને બાળકને શિક્ષણની પણ સહાય: જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ)
બોલબાલા ટ્રસ્ટ તેમજ મુકેશ ફ્રેન્ ક્લબ અને આર્ટિસ્ટ મિત્રોના સહયોગથી આજ કી સામ રાજ માહિ કે નામ તેને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ
ભાવનાથી કરેલા આ કાર્યક્રમમાં રાજ માહીના પરિવારને મળી સહાય રકમ
રાજ માહીના શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે આજે એક્ષામ રાજ માહી કે નામના ની બોલબાલા ટ્રસ્ટ જયેશભાઈ તેમજ મુકેશ પ્રેમ ક્લબ અને આર્ટિસ્ટો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખુબ સરાહનીય છે રાજ મહિના નિરાધાર થયેલા પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા હેતુસર આર પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં અમે લોકો આ પ્રોગ્રામમાં ઉપયોગી બને તે માટે ઉપસ્થિત રહ્યા છીએ તેમજ સારા ભાવનાથી કરેલું આ કાર્યક્રમમાં રાજ મહિના પરિવારને સારી એવી રકમ પણ મળી છે. કરવામાં આવી છે વધુ માં જણાવતા જયેશભાઈ કહ્યું હતું કે આજથી બે મહિના પહેલાં રાજ માહિ મને મળ્યો હતો અને મને કીધું કે આપ મારા માટે એક શો ઓર્ગેનાઈઝ પરંતુ શો પેહલા જ રાજ માહી આપના સ્વની વચ્ચે થી ચાલ્યો ગયો.ત્યારે જે દિવસના શો નક્કી કર્યા હતો એજ દિવસ ના રાજ માહી ની ગેરહાજરી માં આજે તેના નામ પર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે રાજ મહિનાના નાના પરિવારમાંથી આવતો હતો તેમજ મજૂરી કરી કઠોર પરિશ્રમ કરી પોતાની કલાને આગળ ધપાવો તો હતો અને પરિવારનું ભરણપોષણ કરતો હતો ત્યારે અમારા દ્વારા રાજ માસીના પરિવાર ને આર્થિક ટેકા કરવાના હેતુસર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં પાંચ આંકડાની રકમ સુધી મદદ તેના પરિવારને અમે કરવા તૈયાર છીએ. સ્વ રાજ માહિના પત્નીને સિલાઈ મશીન પણ આપવામાં આવ્યું છે અને તેના બાળકના શિક્ષણની પણ સહાય અમારા દ્વારા કરવામાં આવશે