આપણું હૃદય 75 લાખ કરોડ કોશિકાઓને રક્ત પુરૂં પાડે છે: આખા દિવસ દરમિયાન એક લાખથી વધુ વાર હૃદય ધબકે છે

જમણા ફેફ્સા કરતા ડાબુ  ફેફ્સુ નાનું હોય છે જેથી  હૃદયને તેમાં જગ્યા મળી શકે

આજે વિશ્વ હૃદ્ય દિવસ છે ત્યારે માનવ શરીરનાં મહત્વનાં અંગ હૃદ્ય વિશે લોકોમાં જાગરૂકતા લાવવા વિશ્વભરમાં વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે. દરરોજ નાની-મોટી કસરત કે વોકીંગ હૃદ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે પણ આજે કોઇ ચાલતું જ ન હોવાથી કે બેઠાડું જીવનશૈલીને કારણે હૃદ્ય સંબંધિત રોગો વિશ્વભરમાં વધી રહ્યાં છે.

દિલ તો અચ્છા હૈ જી…. આપણે આપણાં હૃદ્ય ઉપર હાથ રાખીને વિચારવું જોઇએ કે શરીરના અન્ય અંગો કરતા તેની સંભાળ કેટલી રાખીએ છીએ. આપણું હૃદ્ય 75 લાખ શરીરની કોશિકાઓને લોહી પુરૂં પાડીને જીવનને ધબકતું રાખે છે.

heart 1 1 આપણાં રોજીંદા જીવનનાં અંત સુધીમાં હૃદ્ય એક લાખવાર ધબકે છે એટલે કે જીવનકાળ દરમ્યાન અઢી અબજ વાર દિલ કી ધડકન બોલે છે. સમગ્ર જીવન દરમ્યાન તે હૃદ્ય પોતાની ધડકનથી એટલી ઉર્જા પેદા કરે છે કે એક ટ્રક તેની સહાયથી 32 કિલો મીટર ચાલી શકે છે.

આપણા શરીરની રચના કુદરતે એવી રીતે કરી છે કે જમણાં ફેફ્સાં કરતાં ડાબુ ફેફ્સું થોડુ નાનું બનાવેલું છે જેથી તે જગ્યામાં હૃદ્ય સમાઇ શકે છે. હૃદ્યની પોતાની ઇલેક્ટ્રીકલ ઇમ્પલ્સ હોવાથી ઓક્સિજનની સપ્લાઇ મળે તો શરીરથી અલગ રહીને પણ ધબકતું રહે છે. આજે વિશ્વભરમાં હૃદ્યનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરાય છે.

હૃદ્ય આપણા શરીરનું મહત્વનું અંગ છે. તે બરોબર કાર્યરત હોય તો આપણો ચહેરા પર હંમેશા મુસ્કાન રહેતી હોય છે. તે છેડા ઉપર નહીં પણ છાતીની બરોબર વચ્ચે છે. હૃદ્ય એક દિવસમાં ફક્ત એકવાર ધબકવાથી 70 મીલી અને 1 મીનીટમાં 4.7 લીટર અને આખા દિવસમાં લગભગ 1750 લીટર અને આખા જીવનમાં લગભગ 16 કરોડ લીટર લોહી પંપ કરે છે. આ ચમત્કારમાં કોઇપણ નળ 45 વર્ષ સુધી ખૂલ્લો રહેવા બરોબર છે.

આપણા જીવનકાળ દરમિયાન અઢી અબજવાર દિલ ધડકે છે: સમગ્ર જીવન દરમિયાન 10 લાખ  બેરલ લોહીનુ પમ્પીંગ કરે છે

ચાર અઠવાડિયાના ગર્ભનું પણ હૃદ્ય ધબકવા લાગે છે. અત્યાર સુધીમાં કોઇપણ માણસના સૌથી ઓછા 26 ધબકાર પ્રતિ મિનીટ  અને સૌથી વધુ ધબકારા 480 પ્રતિ મિનિટ નોંધાયા છે. તાજા જન્મેલા બાળકના ધબકારા સૌથી વધુ એટલે કે 70 થી 160 હોય તો ઘડપણમાં સૌથી ઓછા 30 થી 40 હોય છે. તેનું વજન 250 થી 350 ગ્રામ અને 12 સેમી લાંબુ અને 8 સે.મી. પહોળું અને 6 સે.મી. ઉંચું હોય છે. તમારા બંને હાથની મુઠીના આકારનું હૃદ્ય હોય છે.

heart 1

પુરૂષ અને સ્ત્રીઓમાં બંનેમાં હાર્ટએટેક આવવાના લક્ષણો જુદા-જુદા હોય છે. એક પ્રેમમાં તૂટેલ દિલ પણ એક પ્રકારનો હાર્ટ એટેક છે. આજથી ત્રણ હજાર વર્ષ પહેલાના સાચવી રાખેલો “મમ્મી” (સંગ્રહ કરેલા મૃત શરીર)માં પણ હૃદ્યની બિમારીઓ જોવા મળી હતી. સ્ત્રીના ધબકારા સૌથી પુરૂષોના ધબકારાથી દર મિનિટે 8 વધુ હોય છે. શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ હૃદ્યમાં જોવા મળે છે. ડ્રગ સેવન કરતાં લોકોનું હૃદ્ય શરીરમાંથી બહાર કાઢ્યા બાદ પણ 25 મીનીટ સુધી ધબકતું રહે છે. લવને પ્રદર્શન કરવા હાર્ટ સિમ્બોલનો પ્રયોગ 1250થી થઇ રહ્યો છે. હાર્ટની સૌથી વધુ બિમારીઓ તુર્કિસ્તાનના લોકોમાં જોવા મળે છે જ્યાં દર વર્ષે 800 જેટલા લોકો મૃત્યું પામે છે.

પ્રેમના હાર્ટ સિમ્બોલ તરીકે ઇ.સ.1250થી ઉપયોગ થઇ રહ્યો છે

દુનિયાભરમાં એકમાત્ર ઓક્ટોપસને ત્રણ હૃદ્ય હોય છે. શરીરનાં આકાર મુજબ કૂતરાનું દિલ સૌથી મોટું હોય છે. જાનવરોમાં સૌથી નાનું દિલ ફેરફ્લાય (તતૈયા)નું હોય છે. જેની લંબાઇ માત્ર .02 સેમી હોય છે. પ્રેમના સિમ્બોલ હાર્ટને પ્રદર્શિત કરવાની પ્રથા ઇ.સ.1250થી ઉપયોગ કે ચલણમાં છે. બ્લૂ વ્હેલ માછલીનું હૃદ્ય એક ફોર વ્હીલકાર જેવડું મોટું હોય છે. જેનું વજન 600 કિલોગ્રામ જેટલું હોય છે. કોફીન કે ડ્રગના સેવનની ટેવ વાળાનું હૃદ્ય શરીરમાંથી બહાર કાઢ્યા બાદ પણ 25 મીનીટ ધબકતું રહે છે. રોજ તમારૂં હૃદ્ય એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે કે તેનાથી એક ટ્રક 32 કિલોમીટર ચલાવી શકાય છે.

વિશ્વમાં દર વર્ષે 17 મિલિયન લોકો હૃદ્યરોગથી મૃત્યુ પામે છે

હૃદ્યરોગ, સ્ટ્રોક પ્રત્યે જાગૃતિ લાવવા આજે વિશ્વભરમાં હૃદ્ય દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વમાં દર વર્ષે 17 મિલિયન લોકો હૃદ્યરોગથી મૃત્યુ પામે છે.આ મૃત્યુનું મુખ્ય કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગ (સીવીડી)ના નિવારણ અંગે જાગૃતિ લાવવા વિશ્વ હૃદ્ય દિવસ ઉજવાય છે. આ વર્ષનું વૈશ્ર્વિક સૂત્ર “વિશ્વસ્તરે સીવીડી જાગરૂકતા, નિવારણ અને સંચાલન સુધારવા માટે ડિજિટલ આરોગ્યની શક્તિનો ઉપયોગ છે. આજે 2021માં સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ 18.6 મિલીયન લોકો સીવીડીથી પ્રભાવિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.