પરંપરાગત વેશભૂષામાં વેલ્વેટ પાર્ટી પ્લોટ ખાતે સહ પરિવાર યોજાશે રાસ ગરબા: ‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી
‘આહીર સંસ્કૃતિ ફોરમ’ સંસ્થા દ્વારા આહીર સમાજના પરિવારો માટે આહીર રાસોત્સવ-2022નું આયોજન કરવામાં આવેલ છે. ‘આહીર રાસોત્સવ-2022’ રાજકોટના 1પ0 ફુટ રીંગ રોડ પર સીનર્જી હોસ્પિટલ સામે આવેલ વેલ્વેટ પાર્ટી પ્લોટ પર તા. 8 ઓકટોબર (શનિવારે) સાંજે 7 થી 10 વાગ્યે યોજાશે. આહીર સમાજના દરેક પરિવારને આ રાસોત્સવમાં રાસ રમવા તથા માણવા પધારવા હાર્દિક આમંત્રણ છે. (ફ્રિ પાસ માટે હેલ્પ લાઇન નં. 98243 01300, 89808 09055 ) તેમ ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.
‘આહીર સંસ્કૃતિ ફોરમ’ સંસ્થા આહીર સમાજ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા કટિબઘ્ધ છે. આ સંસ્થાએ અગાઉના વર્ષોમાં આ રીતે રાસોત્સવ, ટેલેન્ટ શો જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલ છે. ‘આહીર સંસ્કૃતિ ફોરમ’ની વિશેષતા એ છે કે સંસ્થા કાર્યક્રમમાં કોઇપણ ખેલૈયાઓ પાસેથી ચાર્જ, એન્ટ્રી ફી, ડોનેશન, જાહેરાત, સ્પોનર્સસ વગેરે પૈકી કોઇપણ આથિંક સહયોગ વગર ફકત સંસ્થાના કમીટી ચેમ્બર્સના સહયોગથી જ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજતી હોય છે. ‘આહીર સંસ્કૃતિ ફોરમ’ આહીર સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ, વેપારીઓ ઉઘોગપતિઓ, રિયલ એસ્ટેટ ડેવલોપર્સ, ડોકડર્સ, એડવોકેટસ શાળા સંચાલકો વગેરે અનેક ક્ષેત્રોના આહીર સમાજના સભ્યોનું બનેલું એક આગવું ગ્રુપ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એમ.એ. કરમુર, પરીમલભાઇ પરડવા, ડો. જીતેન્દ્રભાઇ ગાધે, કરશનભાઇ નંદાણીયા, વિરાભાઇ હુંબલ, રાણાભાઇ ગોજીયા, મહેશભાઇ કારેથા, મુકેશભાઇ જોટવા, ડો. રાજેશભાઇ રામ, ધર્મેન્દ્રભાઇ વારોતરીયા, ડો નિલેશભાઇ ચાવડા, મુકેશભાઇ જલુ, ડો. વિરલભાઇ બલદાણીયા, મોહિતભાઇ શિયાળ, યોગેશભાઇ જોગલ, દિનેશભાઇ દેથરીયા, એડવોકેટ દિનેશભાઇ વારોતરિયા, કમલેશભાઇ સોરઠીયા, એડવોકેટ કેતનભાઇ મંડ, પ્રો. પ્રશાંતભાઇ વણઝર, એડવોકેટ અનિરુઘ્ધભાઇ મિયાત્રા, ડો. તેજશભાઇ કરંગીયા, નરેન્દ્રભાઇ જાખૌત્રા, વિવેકભાઇ કાનગડ, ગૌરવભાઇ વાઢેર, કિરણભાઇ નંદાણીયા, ગીતાબેન જોટવા, રીટાબેન છૈયા આમ કુલ ર8 સભ્યોની ટીમ સતત કાર્યરત છે.