Business News
આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે રૂ. 10,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો સેવન પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેર હોલ્ડર) દ્વારા રૂ. 40,000 મિલિયન સુધીની વેચાણ ઓફર સહિતના સૂચિત આઈપીઓ માટ ેરેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલકર્યુંછે. જૂન, 2019થી બીસીપી ટોપ્કો જે પ્રમોટર છે અને બ્લેક સ્ટોન ગ્રુપ ઇન્કોર્પોરેશન (સંયુક્ત પણેબ્લેક સ્ટોન)ના સહયોગીઓ દ્વારા સલાહ મુજબના અને અથવા મેનેજ થતા ફંડનું સહયોગી છે, તેઓ ફર પહેલા ઇશ્યૂ થયેલા, સબ્સ્ક્રાઇબ કરેલા અને પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 98.7 ટકા હિસ્સો ધરાવેછે.
કંપની ભારતમાં ઓછી આવકના હાઉસિંગ સેગમેન્ટ (જેની ટિકિટ સાઇઝ રૂ. 1.5 લાખ કરતા ઓછી છે) પર ધ્યાન કેન્દ્રિત કરતી એચએફસી છે અને ક્રિસિલના મતે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થતા છ મહિના માટે અમારા એનાલિસીસ કરેલા સમકક્ષોમાં સૌથી વધુ એયુએમ અને નેટવર્થ ધરાવીએ છીએ. તે રહેઠાણ માટેની પ્રોપર્ટી ખરીદવા અને બાંધકામ કરવા માટેની લોન, ઘરમાં સમાર કામ કરવા તથા વિસ્તરણ માટેની લોન અને કોમર્શિયલ પ્રોપર્ટી બાંધવા તથા હસ્તગત કરવા માટેની લોન સહિત વિવિધ મોર્ગે જ સંબંધિત લોન પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ 91 સેલ્સ ઓફિસ સહિત 471 બ્રાન્ચનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે.
આ ઉપરાંત ક્રિસિલ દ્વારા વિશ્લેષણ કરાયેલ પીઅર સેટ અનુસાર નાણાંકીય વર્ષ 2023માં તેની પાસે સૌથી વધુ સંખ્યામાં લાઇવ એકાઉન્ટ્સ હતા (સ્રોત:ક્રિસિલ રિપોર્ટ) વધુમાં તે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજરી ધરાવે છે, જે 31 માર્ચ, 2023 સુધી ક્રિસિલ દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલા સાથીદારોમાં સૌથી વધુ છે (સ્રોત: ક્રિસિલ રિપોર્ટ). કંપની રિટેલ-કેન્દ્રિત એચએફસી છે જે ઓછી આવક ધરાવતા હાઉસિંગ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આર્થિક રીતે નબળા અને ઓછી – મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે, જેમને નાની રકમની મોર્ગેજ લોનની જરૂર હોય છે. 30 સપ્ટેમ્બર,2022 અને સપ્ટેમ્બર 30,2023 ના રોજ કંપનીની લોનની સરેરાશ ટિકિટ સાઇઝ રૂ. 0.9 મિલિયન હતી, જેની સરેરાશ લોન-ટુ-વેલ્યુ અનુક્રમે 57.6% અને 58.1% હતી.