ભારતમાં આધાર કાર્ડને ખુબ જ અગત્યનું આઈડેન્ટિટી પ્રૂફ માનવામાં આવો છે. ત્યારે કોઈ પણ સરકારી સહાય કે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખુબ જ મહત્વનું છે. આધારકાર્ડ વગર એકપણ સહાય મળવાપાત્ર રહેતી નથી. તેમજ આધાર કાર્ડની બેન્ક એકાઉન્ટ, રાશન, નોકરીના ફોર્મ ભરવામાં પણ જરૂરિયાત રહે છે.
આ આધાર કાર્ડને સમયાંતરે અપડેટ કરાવવું જરૂરી છે. જો કોઈ નાગરિકે છેલ્લા 10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તો તેને અપડેટ કરાવવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવી છે.
UIDAI ભારત સરકારની યાદી મુજબ, જે નાગરિકોએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક (ઓળખ અને રહેઠાણના પુરાવા) આધારમાં અપડેટ કરવામાં આવ્યુ ન હોય તેવા નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધાર અપડેટ કરાવવાનું રહેશે.
આ તમામ દસ્તાવેજોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ આધાર કાર્ડ છે. ભારતની લગભગ 90 % વસ્તી પાસે આધાર કાર્ડ છે. આ સંદર્ભમાં તે ભારતનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો દસ્તાવેજ છે.
આધાર અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા રૂ. 50 નો દર નક્કી કરવામાં આવ્યો છે. તેના માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.
આ માટે તમારી પાસે માત્ર થોડા જ દિવસો બાકી છે. તેમજ UIDAI દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, હવે તમારી પાસે તમારા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે 54 દિવસ બાકી છે. તેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે.
જો તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવા માંગો છો, તો તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જઈને કરી શકો છો. તમારે આ કામ માટે 14 ડિસેમ્બર 2024 સુધી કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.