હરેક દેશ પાસે પોતાના નાગરિકોની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો હોય છે. ભારતીય નાગરિકોની ઓળખ દર્શવાતું આધાર કાર્ડને દેશમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ કાઢવાની કે ચોરાય ગયું હોય તો પાછું મેળવાની બધી પ્રક્રિયાઓ હવે સરળ થઈ ગઈ છે. UIDAI દ્વારા તમે ફરીથી તમારું આધાર કાર્ડ સરળતાથી મેળવી શકો છો. હવે એનાથી પણ એક સરળ સિસ્ટમ બહાર પાડવામાં આવી છે. UIDAI.GOV.IN ની વેબસાઇટ પર જઈ તમારો ચહેરો કેમેરામાં બતાવતા સાથે જ એપ્લિકેશન તમારું આધારકાર્ડ શોધી તમને ડાઉનલોડ કરી આપશે.
ચહેરો જોયને આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ થાય
1) તમે પેલા UIDAI.GOV.IN વેબસાઇટ ઓપન કરો.
2) UIDAI.GOV.INની વેબસાઇટ ઓપન કરતા તમને Get Adhar Card વિકલ્પ મળશે.
3) તેમાં ક્લિક કરતા એક નવું વેબપેજ ઓપન થશે. એ પેજ પર તમને આધાર કાર્ડ વિકલ્પ હેઠળ ચહેરો ઓથેન્ટિકેશનનો વિકલ્પ આપ્યો હશે.
4) આ વિકલ્પમાં તમારો રેજિસ્ટર નંબર અને બીજી થોડી માહિતી સબમીટ કરવાની રહશે.
6) તેના પછી ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ આવશે. તેને પસંદ કરો.
7) એક નવું પેજ ઓપન થશે જેમાં તમને ફોટો કેવી રીતે લેવો એ અંગે સૂચના આપશે.
8) OK બટન ક્લિક કરી આગળ વધશો તો કેમેરા ઓપન થશે, એમાં કેમેરા સામે તમારું ફેસ રાખવાનું રહશે.
9) જેવું તમારું ફેસ કેમેરામાં વ્યવસ્થિત આવશે એટલે ઓટોમેટિક કેમેરો ક્લિક કરી લેશે. થોડી જ ક્ષણમાં તમારું નવું આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જશે.