હવે એક વ્યકિત એક વિસ્તારમાં જ મતદાર તરીકે નોંઘવેલો રહેશે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ ચાલુ છે. તેનો હેતુ મતદારોની ઓળખ સ્થાપિત કરવાનો અને મતદાર યાદીની એન્ટ્રીઓ પ્રમાણભૂત કરવાનો તેમજ મતદાર એક કરતાં વધુ મત વિસ્તારમાં નોંધાયેલ છે કે નહીં અને મતદાર એક જ મત વિસ્તારમાં એકથી વધુ વાર નોંધાયેલ છે કે નહીં, તેની ચકાસણી કરવાનો છે. જેનાથી મતદાન વખતે થતી છેતરપિંડી અટકાવી શકાય છે. વોટર હેલ્પલાઈન એપ્લિકેશન મારફતે આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવા માટે 6ઇ ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા ઓનલાઇન લીંક કરી શકાશે.

સૌ પ્રથમ મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોરમાંથી ’વોટર હેલ્પલાઈન’ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની રહેશે. વોટર હેલ્પલાઈન એપ્લિકેશન ઓપન કરી શરતો વાંચી ’અગ્રી’ આપ્યા બાદ ’નેક્સ્ટ’ ઉપર ક્લિક કરવાનું રહેશે.  ત્યાર બાદ પ્રથમ ઓપ્શન ’વોટર રજીસ્ટ્રેશન’ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ પછી ’ઇલેક્ટ્રોલ ઓથેન્ટિકેશન ફોર્મ’ (ફોર્મ 6બી) ઉપર ક્લિક કરવાનું રહેશે.  ત્યાર બાદ ’લેટ્સ સ્ટાર્ટ’ ઉપર ક્લિક આપવાનું રહેશે.હવે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ’સેન્ડ ઓ.ટી.પી.’ ઉપર ક્લિક કરવાનું રહેશે.

મોબાઈલમાં ઓ.ટી.પી.નો મેસેજ આવે, તે ઓ.ટી.પી. એન્ટર કર્યા બાદ ’વેરીફાય’ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ પ્રથમ ઓપ્શન ’યસ, આઈ હેવ વોટર આઈ.ડી.’ સિલેક્ટ કરી ’નેક્સ્ટ’ ઉપર ક્લિક કરવાનું રહેશે.  હવે વોટર આઈ.ડી. નંબર એન્ટર કર્યા બાદ સ્ટેટ (રાજ્ય) સિલેક્ટ કર્યા બાદ ’ઋયભિંવ ઉયફિંશહત’ ઉપર ક્લિક આપીને ’પ્રોસીડ’ ઉપર ક્લિક કરવાનું રહેશે.  મતદારે સ્ક્રીન પર દેખાતી વિગતો ચકાસીને ’નેક્સ્ટ’ પર ક્લિક કરવાનું રહેશે.

આધાર નંબર, મોબાઈલ નંબર અને અરજીનું સ્થળ એન્ટર કર્યા બાદ ’ડન’ ઉપર ક્લિક કરવાનું રહેશે. અરજદારે ’ડન’ ઉપર કમાન્ડ આપ્યા બાદ ફોર્મ 6બીનું પ્રિવ્યુ પેજ સ્ક્રીન પર દેખાશે. ફરી વખત વિગતો ચકાસીને ફોર્મ 6ઇના ફાઈનલ સબમીશન માટે ’ક્ધફર્મ’ ઉપર ક્લિક આપવાનું રહેશે. મતદારે ફાઈનલ ક્ધફર્મેશન આપ્યા બાદ અંતે ફોર્મ 6બી રેફરન્સ નંબર પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.