મહુવા ગત વર્ષે બનેલ હત્યાના બનાવ ને લઈને મહુવાની શાંતિ અને કોમી એકતા વાતાવરણ બગ્ડ્યુ હતુ અને જેનો ભોગ અનેક યુવાનો બન્યા હતા અને અનેક મજદૂર માણસને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મહુવા પોલીસમા ફરજ બજાવતા અને દબંગ છાપ ધરવતા પી આઈ દિપક મિશ્રાની સરાહનીય કામ ગિરિ કરીને યુવા માર્ગ દર્શન શિબિરનુ આયોજન ભાદ્રોડ ગેઇટ પાસે મુસ્લિમ સમાજના અધ્યક્ષ સ્થાને કરાવવા આવ્યુ હતુ.
આ તકે પી આઈ મિશ્રા દ્વારા પોતના પ્રવચનમાં ખાસ કરીને યુવાનો ને ટકોર સાથે રિક્વેસ્ટ કરી કે છેલ્લા એક વર્ષ દરમિયાન ન સમયમા અનેક યુવાનો ખોટી અફવાઓ મા આવી ને ગુના ખોરીને અંજામ આપે છે અને પોલીસ પ્રત્યે નેગેટિવ વિચારો ધરાવીને પોતની કેરિયર ખરાબ કરી રહ્યા છે તેવા વધુમા જણાવ્યુ કે ખાખીને કોઈ ધર્મ કે નાત જાત હોતી નથી કે કોઈ પક્ષ હોતો તે માત્ર ને માત્ર પ્રજાની મિત્ર થઈ ને જ રહે છે અને કંઈ પણ અણબનાવ જો કોઈ પણ સાથે બંને તો કોઈનો પણ ડર રાખ્યા વગર પોલીસને જાણ કરવી અને કાયદો વ્યવસ્થા જલ્વાઈ રહે તેની તકેદારી રાખવી તેવુ અંતમા જણાવેલ.
તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ ભાઇ બામ્બૂસા દ્વારા પણ પી આઈને ખાત્રી આપવામા આવેલ કે મુસ્લિમ સમાજ દ્વારા કોઈ પહેલ કરવામા આવશે નહી અને જો આ બનાવ અંગે ભાવનગર એસ પી અધ્યક્ષ સ્થાને રહીને સમાધાન પ્રક્રિયા કરે તો સંપૂર્ણ સમાજ તેયાર છે તેમ જણાવ્યુ હતુ આ તકે મહુવા પોલીસના પી આઈ શ્રી દિપક મિશ્રા, પી એસ આઈ બીલ્ખીયા, પોલીસ કોસ્ટેબલ અલ્તાફ ભાઇ ગાહા, ઓલ્લ મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ ભાઇ, હાજી ઇશા સાહેબ, મુસ્લિમ એકતા મંચના સાજીદભાઇ, કોંગ્રેસ અગ્રણી આસિફ મકવાણા (લાયન), વિજય ભાઇ બારીયા, એડવોકેટ મુજ્બીન સોરઠીયા, અલીરજા બાપુ સહિત અનેક આગેવાનો જોડાયા હતા આ કાર્યક્ર્મમા બહાળી સંખ્યા યુવાનો અને દરેક સમાજના આગેવાનો જોડ્યા હતા અને કાર્યને સફલ બનાવ્યુ હતુ. ત્યારે કાર્યક્રમ પૂરો થતા સૌયબ ભાઇ બામ્બૂસા દ્વારા આભાર વિધિ કરાઈ હતી અને દરેક મન્ચ્સ્વ મહેમાનોનુ સ્વાગત કરાયુ હતુ.