છ હજાર કરતાં પણ વધુ યુવક-યુવતી આ યુવા સંમેલનમાં જોડાયા: ‘ધ સિક્રેટ ઓફ સકસેસ’ વિષય પર વિદ્વાન વક્તા અપૂર્વમુનિદાસ સ્વામીએ પ્રેરક વકતવ્ય આપ્યું
ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિર ગઈકાલે સવારે ૯ થી ૧૨ દરમિયાન એક અભૂતપૂર્વ વિરાટ યુવા સંમેલન યોજાઈ ગયું. ‘ધ સિક્રેટ ઓફ સકસેસ’ના મધ્યવર્તી વિચાર સાથે આ વિરાટ યુવા સંમેલનમાં કુલ ૬૦૦૦ કરતાં પણ વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. ગોંડલ તેમજ આજુબાજુના વિસ્તારની કુલ ૨૬ જેટલી શાળા અને હોસ્ટેલના યુવક અને યુવતીઓએ આ સંમેલનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
યુવા સંમેલનનો શુભારંભ અક્ષર મંદિરના કોઠારી દિવ્ય પુરુષ સ્વામી, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વમુની સ્વામી તેમજ ગુરુકુળના નિયામક સંત પૂજ્ય નિર્ભય જીવન સ્વામી અને દ્વારા દિપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા તથા ગોંડલ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દાવત બેવરેજીસના માલિક ચંદુભાઈ ખાનપરા, સૌરાષ્ટ્રના પ્રખ્યાત હેવન વોટરપાર્કના માલિક કલ્પેશભાઈ ગજેરા તેમજ ગોંડલ શહેરની જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના ચેરમેન સંદીપભાઈ છોટાળા એશિયાટીક એન્જિનિયરિંગ કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર ગોપાલભાઈ ભુવા ડાયરેક્ટર ગોપાલભાઈ ભુવા, પટેલ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયા, કે.બી.બેરા સ્કૂલના ટ્રસ્ટી વલ્લભભાઈ કનેરીયા, દેરડી નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી જે.કે.ગોધાવીયા તથા જય સરદાર સ્કૂલના ટ્રસ્ટી દીપકભાઈ ઘોણીયા તેમજ સંચાલકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રગણ્ય મહાનુભાવોનું ગોંડલ અક્ષર મંદિર દ્વારા હારતોરા તેમજ સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરાયું હતું. વર્તમાનકાળે દરેક વ્યક્તિ સુખી અને સફળ થવા ઈચ્છે છે. સફળતાનું સાચું રહસ્ય શું હોઈ શકે અને સફળતાનો રાજમાર્ગ કેવી રીતે કંડારી શકાય એ વિષય ઉપર અપૂર્વમુની સ્વામી પોતાની રસાળ શૈલીમાં ખૂબજ પ્રેરક વક્તવ્ય દ્વારા ઉપસ્થિત છ હજાર કરતાં પણ વધુ યુવક-યુવતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવા માટે જૂનાગઢ જિલ્લાના મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા અને દાવત બેવરેજીસ કંપનીના માલિક ચંદુભાઈ ખાનપરા એ પણ પોતાના વકતવ્ય દ્વારા યુવક-યુવતીઓને જીવનમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંમેલનના અંતે ઉપસ્થિત છ હજાર કરતાં પણ વધુ યુવક-યુવતીઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.