પ્રેમીએ લગ્નની ના કહેતા ઝેરી દવા પી જીવન ટૂંકાવતા પ્રેમી સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો
વલ્લભીપુરના ધરોઇ ગામની યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા ઝેરી દવા પી કરેલા આપઘાત અંગે પોલીસે મૃતકના પ્રેમી સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ વલ્લભીપુરના ધરોઇ ગામની જયાબેન પ્રવિણભાઇ પરમાર નામની 22 વર્ષની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન મરનાર જયાબેનને તેના જ ગામના દિલીપ ઉર્ફે દિપક જીવરાજ દસાડીયા સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેને પ્રેમ લગ્ન કરવાની ના કહેતા ઝેરી દવા પી આપઘાત કર્યાનું બહાર આવતા પોલીસે મૃતક જયાબેનના પિતા પ્રવિણભાઇ ડાયાભાઇ પરમારની ફરિયાદ પરથી દિલીપ ઉર્ફે દિપક દસાડીયા સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.