રાજકોટ શહેરમાં રહેતો અને આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે તે ઓફિસ ધરાવતા યુવકે પોતાને પેટ્રોલ પંપ ખોલવો હોવાથી ગૂગલમાં ભારત પેટ્રોલિયમના વિશે સર્ચ કર્યું હતું જેમાં તેને ત્રણેક દિવસ બાદ અજાણ્યા નંબર ઉપરથી તેને કોલ આવ્યો હતો.જેમાં ગઠિયાઓની ટોળકીએ તેને સાયબર ફ્રોડનો શિકાર બનાવી તેને ખાતાંમાંથી રૂ.51 ઉપાડી લઇ છેતરપિંડી કરતા તેના સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભારત પેટ્રોલિયમની વેબસાઈટ વિશે તપાસતા ગઠિયાએ ફોન કરી યુવકને બનાવ્યો સાયબર ફ્રોડનો શિકાર
વિગતો મુજબ ધરમનગર સોસાયટીમાં રહેતા અને આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે તે ઓફિસ ધરાવતા અવિ અરુણભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપોમાં અજાણ્યા નામો આપ્યા હતા જેમાં ફરિયાદમાં અવિએ જણાવ્યું છે કે છે. તેને પેટ્રોલપંપ શરૂ કરવો હોવાથી પાંચેક માસ પહેલાં ગુગલમાં ભારત પેટ્રોલિયમની સાઈટ સર્ચ કરી હતી. તેના ત્રણેક દિવસ બાદ અજાણ્યા નંબર ઉપરથી તેને કોલ આવ્યો હતો. જેમાં સામાવાળા ગઠીયાએ પોતાની ભારત પેટ્રોલિયમના અધિકારી તરીકે ઓળખ આપી હિન્દીમાં વાતચીત કરી પૂછયું કે તમારે કયા લોકેશન ઉપર પેટ્રોલપંપ શરૂ કરવો છે. જેથી તેને લોકેશન જણાવતાં એક પીડીએફ ફાઈલ મોકલી હતી.
જેમાં મેઈલ આઈડી પણ હતું. મેઈલ આઈડીમાં તેને ડોકયુમેન્ટ મોકલવાનું કહેતાં તેમ કર્યું હતું. સાથે પોતાના બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ પણ મોકલ્યું હતું. તેના ત્રણેક દિવસ બાદ તેજ ગઠીયાએ તેને કોલ કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયાનું અને પેટ્રોલપંપની મંજુરી મળી ગયાનું કહી, મેઈલ આઈડીમાં જે બેન્ક ખાતાની ડિટેઈલ આવે તેમાં ડિપોઝીટ પેટે રૂા.25500 જમા કરાવવાનું કહ્યું હતું. જેથી તેણે બેન્કે જઈ આરટીજીએસથી જ ગઠીયાએ કહેલા બેન્ક એકાઉન્ટમાંથી રૂા.25500 મોકલી આપ્યા હતા.
ત્યારબાદ તેણે ગઠીયાને કોલ કરી કહ્યું કે તેને એક પેટ્રોલપંપની જ મંજુરી મળી છે. જયારે વાસ્તવમાં તેણે બે પેટ્રોલપંપ માટે અરજી કરી હતી. જેથી ગઠીયાએ બીજા પેટ્રોલપંપના લોકેશનની વિગતો મંગાવી હતી. તેની માસી નિશાબેન જગદિશભાઈ વાઘેલાના નામની બીજી અરજી કરી હતી. જેથી તેના ડોક્યુમેન્ટ અને બેન્ક સ્ટેટમેન્ટ પણ ગઠીયાને મોકલી આપ્યું હતું. એટલું જ નહીં તેની માસીનામેઈલ આઈડીમાં જણાવેલા ખાતામાં રૂા.25500 આરટીજીએસથી મોકલી આપ્યા હતા.ગત 30 સપ્ટેમ્બરના રોજ તેને ફરીથી મેઈલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તમારા પેટ્રોલપંપ મંજુર થઈ ગયા છે, જેના માટે તમારે રૂા. 1.07 લાખ ભરવા પડશે. જોકે આ મેઈલ આવ્યા બાદ તેને શંકા જતાં લીમડા ચોકમાં આવેલી ભારત પેટ્રોલિયમની ઓફિસે રૂબરૂ જઈ તપાસ કરતાં તેના અધિકારીઓએ જણાવ્યું કે તેની કંપની તરફથી આવી કોઈ વિગતો મોકલવામાં આવતી નથી. આ રીતે છેતરાઈ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.